Indian Parliament passed 16 bills from April to November 2022

ભારતીય સંસદની લોકસભા અને રાજ્યસભામાં એપ્રિલથી નવેમ્બર 2022 દરમિયાન 16 બિલ પસાર થયા હતા. સત્તરમી લોકસભાનાં સાતમા સત્ર અને રાજ્યસભાનાં 255મા સત્ર (શિયાળુ સત્ર,2021)નાં સમાપન સમયે કુલ 33 વિધેયકો (લોકસભામાં 9 વિધેયકો અને રાજ્યસભામાં 24 વિધેયક) પડતર હતાં. આ સમયગાળા દરમિયાન 19 વિધેયકો (લોકસભામાં 18 અને રાજ્યસભામાં 1) રજૂ કરવામાં આવ્યાં હતાં, જે સાથે કુલ 52 વિધેયકો થયાં. આમાંથી 16 વિધેયકો બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યાં હતાં. 1 વિધેયક, (લોકસભામાં) પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. સત્તરમી લોકસભાનાં નવમા સત્ર અને રાજ્યસભાનાં 257મા સત્ર (ચોમાસુ સત્ર, 2022)નાં સમાપન વખતે સંસદનાં બંને ગૃહોમાં કુલ 35 વિધેયકો (લોકસભામાં 7 વિધેયકો અને રાજ્યસભામાં 28 વિધેયક) પડતર હતાં.
ભારત સરકારનું સંસદીય બાબતોનું મંત્રાલય સંસદમાં સરકારી કામકાજના સંદર્ભમાં સંસદનાં બે ગૃહો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. મે, 1949માં એક વિભાગ તરીકે રચવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે વધુ જવાબદારીઓ અને કાર્યોની ફાળવણી સાથે સંપૂર્ણ મંત્રાલય બની ગયું હતું. આ મંત્રાલય નાગરિકોની એક સંસ્થાને વિસ્તૃત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરે છે, જેમાં સંસદ અને તેના સભ્યો તેમજ મંત્રાલયો/વિભાગો તથા ભારત સરકાર અને રાજ્ય સરકારોની અન્ય સંસ્થાઓ સામેલ છે.

LEAVE A REPLY

2 × 2 =