US Immigration Policy Manual Amendment Benefits Indian Youth
Welcome to the USA. Immigration Welcome Letter and Green Card Closeup. United States Homeland Security.

અમેરિકામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશને ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ (CSPA) હેઠળ કેટલાક સંજોગોમાં બિન-નાગરિકોની ઉંમરની ગણતરી કરવાના મુદ્દે નીતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત 21 વર્ષથી મોટા સંતાનોની મુશ્કેલીઓ દૂર કરવા માટે નાના પરંતુ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે, જેમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. પોતાના માતા-પિતા સાથે નાનપણમાં કાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા તેવા યુવાઓની સમસ્યાનો આંશિક રીતે તેનાથી ઉકેલ આવી શકે છે.

પરિવાર દ્વારા સ્પોન્સર અથવા રોજગાર આધારિત વિઝા માટે તેમના માતાપિતાની મંજૂર અરજીના આધારે સંતાન માટે અમેરિકામાં કાયદેસર કાયમી રહેવાસીનો દરજ્જો મેળવવા માટે, સામાન્ય રીતે તે 21 વર્ષથી ઓછી ઉંમરનું હોવું ફરજિયાત છે. સંતાન 21 વર્ષનું થાય અને “ઉમર વધી જાય” તો ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન, સંતાન સામાન્ય રીતે માતા-પિતાની અરજીના આધારે તેમની સાથે ઈમિગ્રેશન માટે લાયક નથી.

improvethedream.orgના દીપ પટેલે જણાવ્યું હતું કે, “યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા અમારી લાંબા સમયની વિનંતી મુજબ એક નીતિમાં સત્તાવાર ફેરફાર કરાયો છે. USCIS ફાઇલિંગ ચાર્ટ માટેની તારીખોનો ઉપયોગ CSPA મુજબ ઉંમર નિર્ધારિત કરવા માટે કરશે અને અગાઉ નામંજૂર થયેલી કોઈપણ અરજી ફરીથી ધ્યાનમાં લઇ શકાશે.” improvethedream.org આવા બે લાખથી વધુ મોટી ઉંમરના સંતાનો માટે આ પ્રકારના પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યું છે.

ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે, આ નવી માર્ગદર્શિકા મુજબ, USCIS હવે CSPAના હેતુઓ માટે આવા બિન-નાગરિકોની ઉંમરની ગણતરી કરવા માટે ફાઇલિંગ ચાર્ટ માટેની તારીખોનો ઉપયોગ કરશે, જે આ બિન-નાગરિકોને તેમના દરજ્જાને વ્યવસ્થિત કરવાની તેમની લાયકાત વધુ નિશ્ચિત કરે છે. કોંગ્રેસે કેટલાક બિન-નાગરિક સંતાનોને મંજૂર વિઝા પિટિશનના આધારે કાયદેસર કાયમી રહેવાસીનો દરજ્જો મેળવવાની પાત્રતા ગુમાવવાથી બચાવવા માટે CSPA ઘડ્યો હતો, જેમાં સંતાનની ઉંમરની ગણતરી કરવાની પદ્ધતિ રજૂ કરીને ઇમિગ્રન્ટ વિઝા નંબર “ઉપલબ્ધ થાય છે”.

વિઝા નંબર ક્યારે ઉપલબ્ધ થાય છે તે નિશ્ચિત કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના વિઝા બુલેટિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિઝા બુલેટિનમાં બે ચાર્ટ- ફાઇલિંગ ચાર્ટ માટેની તારીખો અને ફાઇનલ એક્શનની તારીખના ચાર્ટ હોય છે. અગાઉના CSPA માર્ગદર્શન અંતર્ગત, USCIS એ CSPA ઉંમરની ગણતરીના હેતુઓ માટે ઉપલબ્ધ વિઝાને માત્ર ફાઇનલ એક્શન ડેટ ચાર્ટના આધારે ધ્યાનમાં લેવામાં આવતો હતો, પછી ભલે કોઈપણ બિન-નાગરિક “ડેટ્સ ફોર ફાઈલિંગ”ના ચાર્ટમાં અગાઉની તારીખનો ઉપયોગ કરીને દરજ્જામાં ફેરફાર માટે અરજી કરી શકે. આ USCISની નીતિમાં ફેરફાર તાત્કાલિક અસરથી જ અમલમાં આવ્યા છે અને પડતર અરજીઓ માટે પણ તે લાગુ પડે છે. તેથી, જેમની અરજી પડતર છે તેવા કેટલાક બિન-નાગરિકોની CSPA ઉંમર હોઈ શકે છે, જે હવે આ ફેરફારના આધારે 21 વર્ષથી ઓછી છે.

ઉદાહરણ તરીકે, ઓક્ટોબર અને ડિસેમ્બર 2020ની વચ્ચે, કેટલાક બિનનાગરિકોને વિઝા બુલેટિનના ફાઇલિંગ ચાર્ટની તારીખો અંતર્ગત સ્ટેટસ એપ્લિકેશનનું એડજસ્ટમેન્ટ ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ફાઇનલ એક્શન ડેટ ચાર્ટમાં તેમની અરજીઓ મંજૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી આગળ વધી નથી. આ બિન-નાગરિકોએ CSPAથી તેમને લાભ થશે કે કેમ તે જાણ્યા વગર જરૂરી ફી ભરીને સ્ટેટસ એપ્લિકેશન એડજસ્ટમેન્ટ અરજી કરી છે. આ બિન-નાગરિકો નીતિમાં ફેરફારને કારણે તેમના દરજ્જામાં ફેરફાર કરવા માટે યોગ્યતા ધરાવતા હોય અને તેમણે દરજ્જામાં ફેરફાર માટે અરજી કરી હોય, તો તેઓ તેમની પડતર સ્ટેટસ એપ્લિકેશન એડજસ્ટમેન્ટ અરજીના આધારે રોજગાર અને મુસાફરીની મંજૂરી મેળવવા માટે અરજી કરી શકશે અને તેઓ અગાઉ ઇસ્યુ કરવામાં આવેલ રોજગાર અથવા મુસાફરીની મંજૂરી સામાન્ય રીતે ગુમાવશે નહીં.

USCIS એ જણાવ્યું હતું કે આ પોલિસી મેન્યુઅલના નવા ફેરફાર તમામ સંતાનોને ઇમિગ્રન્ટ વિઝા 21 વર્ષની ઉંમર થાય ત્યારે તેમના માતાપિતા પાસેથી મેળવેલા નોનઇમિગ્રન્ટ સ્ટેટસ ગુમાવતા અટકાવશે નહીં. ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે, “USCIS આ લોકોને મદદ કરવા કાયદા અંતર્ગત ઉપલબ્ધ તમામ વિકલ્પો શોધવાનું જાળવી રાખશે.”
દીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “આ કામ થોડા વહીવટી ફેરફારો પૈકીનું એક છે, જે એડમિનિસ્ટ્રેશન માટે સરળ કાર્ય હતું, પરંતુ તેને અહીં સુધી પહોંચવામાં લાંબો સમય થયો છે, પણ તે જોઈને ખૂબ ખુશી થાય છે. “CSPA અંતર્ગત ઉંમરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેનું અર્થઘટન કરવા માટે તેને પોલીસી મેન્યુઅલમાં ફેરફાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. મારું એવું અનુમાન છે કે જેમની ઉંમર અગાઉ વધી ગઇ છે એવા ઓછામાં ઓછા થોડા હજાર સંતાનોને લાભ થશે. પરંતુ સંભાવના છે કે, ભવિષ્યના વર્ષો માટે બીજા કેટલાક હજારોને સુરક્ષિત કરવામાં આવશે.”
અમેરિકાને પોતાનું ઘર માનનારા કાયદેસરના બે લાખ જેટલા લોકોને સુરક્ષિત કરવા બદલ USCISની કાર્યવાહીને યુએસ કોંગ્રેસવુમન દેબોરાહ રોસે બિરદાવી હતી.

રોસે જણાવ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ પગલું છે, જે દરરોજ આપણા દેશ અને અર્થવ્યવસ્થામાં યોગદાન આપતી ઘણી વ્યક્તિઓને સુરક્ષિત કરશે, પરંતુ આપણે અહીં અટકી શકીએ નહીં. આ પ્રેરણાદાયી યુવાનો માટે નાગરિકતા અને અંતે તેઓ જેને લાયક છે તે આપવા માટે દ્વિપક્ષી અમેરિકાનો ચિલ્ડ્રન એક્ટ પસાર કરવો જોઈએ. હું તેના ઉકેલ માટે લડત આપવાનું ચાલુ રાખીશ.”

117મી કોંગ્રેસમાં, ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને સુરક્ષિત રાખવાના પ્રયાસોમાં રોસે તેમના હાઉસ અને સેનેટ સાથીઓની આગેવાની લીધી હતી. તેમણે ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને કાયમી નિવાસીનો દરજ્જો આપવા માટે દ્વિપક્ષી, બે ગૃહોવાળા અમેરિકાનો ચિલ્ડ્રન એક્ટ રજૂ કર્યો. ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને સીસ્ટમમાંથી ઉંમરનો બાધ અટકાવવા માટેનો તેમનો સુધારો જુલાઈ 2022માં નેશનલ ડીફેન્સ ઓથોરાઈઝેશન એક્ટના ભાગરૂપે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝે પસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે AAPIsના પ્રેસિડેન્ટસ એડવાઇઝરી કમિશને (PAC-AAPI) તેની અગાઉની બેઠકોમાં પણ આવી ભલામણો કરી હતી. પોતાની ભલામણોમાં, કમિશને જણાવ્યું હતું કે USCISએ આ ઉંમરના સંતાનોને તેમના માતાપિતાની ગ્રીન કાર્ડની અરજીની પ્રાથમિકતા તારીખ જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ.
અમેરિકામાં બે લાખથી વધુ “ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ” છે, જેમાંથી મોટાભાગના ભારતમાંથી આવ્યા છે.

LEAVE A REPLY

8 + five =