A resolution declaring Arunachal as a part of India was presented in the US Senate

અમેરિકન સેનેટના ડેમોક્રેટ અને રીપબ્લિકન સભ્યોએ ભારતને નક્કર સમર્થન આપતાં એક અસામાન્ય પગલામાં ત્રણ વગદાર સેનેટરોએ અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવતો ઠરાવ રજૂ કરીને ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક એક્તાને ટેકો આપવા ઉપરાંત લાઇન ઓફ એચક્યુઅલ કંટ્રોલ ઉપર લશ્કરી બળપ્રયોગ માટે ચીનની ટીકા કરી છે. ચીન તરફના આક્રમક વલણ તથા સુરક્ષા પડકાર સામે ભારત દ્વારા લેવાયેલા સ્વબચાવના પગલાંને સેનેટના ઠરાવમાં બિરદાવાયા છે.

જેરી માર્કલ અને બિલ હેગેર્તીએ રજૂ કરેલા તથા જહોન કોર્નિન દ્વારા સહપ્રાયોજિત ઠરાવમાં ભારતના સંરક્ષણ આધુનિકરણ, વિવિધતા, અરૂણાચલમાં વિકાસ, સરહદી માળખા સુધારવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે.
માર્કેલ ઓરેગનના પ્રગતિશીલ ડેમોક્રેટીક સેનેટર છે. હેગેર્તી જાપાન ખાતેના ભૂતપૂર્વ રાજદૂત છે. બંને સેનેટરો સેનેટની વિદેશી સંબંધોની સમિતિના સભ્ય છે. તો કોર્નિન સેનેટ ઇન્ડિયા ફોક્સના સહસ્થાપક – સહઅધ્યક્ષ છે.

અરૂણાચલને ભારતીય પ્રદેશ ગણાવતા ઠરાવે દક્ષિણ એશિયામાં ચીનની ઉશ્કેરણીને વખોડી છે. અધ્યક્ષ બોબ મેનેન્ડેઝ પસંદ કરશે તો આ ઠરાવ સ્વિકારીને કમિટી બહાલ કરશે તો સેનેટના ફ્લોર ઉપર મતદાન માટે જઇ શકે છે. આ ઠરાવ દાખલ થવો તે પોતે જ અમેરિકાના ભારતને સમર્થનનું મજબૂત સંદેશાત્મક પ્રતિક છે. અમેરિકન સરકારે અરૂણાચલને ભારતો ભાગ ગણાવેલો છે. 2020માં ગલ્વાન પછીના ચીનના આક્રમણને વખોડતો ઠરાવ યુએસ કોંગ્રેસમાં લવાયો હતો, એ પછી પહેલી જ વખત અરૂણાચલ અંગે ભારતની સ્થિતિ તથા એલઓસી ઉપર ચીનના આક્રમણને વખોડતા ઠરાવ દ્વારા અમેરિકાએ ભારતની પડખે અડીખમ ઉભા રહેવાનું સ્થાપિત કર્યું છે. સેનેટના દ્વિપક્ષી ઠરાવે ચીનને વખોડીને બંને પક્ષોનો કટ્ટર અને લોકશાહી અભિગમ એક સાથે ભેગા થઇને સમર્થનરૂપે પ્રદર્શિત કર્યો છે.

LEAVE A REPLY

three × 1 =