પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશનને બાકી મિલકત વેરો ભરવા માટે 100 વ્યાજમાફી યોજના આપી છે, આમ છતાં અનેક લોકો મિલકત વેરો ભરતા નથી. આવા લોકોને આશરે 971 મિલકતો સીલ કરાઈ છે. બીજી તરફ ઝુંબેશના ભાગરૂપે ટેક્સ પેટે રૂ.9.59 કરોડની વસૂલાત કરાઈ છે.

કોર્પોરેશનને આ ઝુંબેશના ભાગરૂપે શહેરના મધ્ય ઝોનમાં સૌથી વધુ 212 મિલકત સીલ કરી છે. જેમાં ગિરધનરગર, રંગીલા શેરી, મહેંદી કૂવા, કલાપીનગર, મેઘાણીનગર, ચમનપુરા વિસ્તારની મિલકતનો સમાવેશ થાય છે. શહેરના ઉત્તર ઝોનમાં 158 મિલકત સીલ કરાઈ છે. જેમાં સુમેલ-4, એફ વોર્ડ કુબેરનગર, અનાર એસ્ટેટ, ફ્રૂટ માર્કેટની મિલકતનો સમાવેશ થાય છે. દક્ષિણ પશ્ચિમ ઝોનની પણ 35 મિલકત સીલ કરાઈ છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગે માસ સિલિંગ ઝુંબેશમાં 83 મિલકત સીલ કરી છે, જેમાં થલતેજમાં શહજાનંદ કોમ્પ્લેક્સ, રાજ એવન્યૂ, અમન કોમ્પ્લેક્સ, આરંભ એપાર્ટમેન્ટ, સોલામાં સુંદરમ આર્કેડ, સહજ આર્કેટ, શક્તિ આર્કેડ, બોડકદેવમાં નિલદીપ ટેનામેન્ટ સહિતની મિલકત સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં મંગળવારના સુધીમાં 98 મિલકત સીલ કરાઈ હતી અને રૂ. 1.43 કરોડની વસૂલાત કરાઈ હતી.  લો ગાર્ડન ખાતે શિવમ કોમ્પ્લેક્સ, ગેલેક્ષી કોમ્પ્લેક્સ, ચાંદખેડામાં આમ્રકુંજ, આવાસ, સાકાર, ગુપ્તાનગરમાં ઝૈડ કોમ્પ્લેક્સ, નવરંગપુરામાં મ્યુનિ. માર્કેટ, મેમનગરમાં ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ, આશ્રમ રોડ પર અગ્રવાલ સેન્ટર, નારણપુરામાં શાંતિ આર્કેડ, સ્ટેડિયમ રોડ પર ઓમ શાંતિ ગોકુલ કોમ્પ્લેક્સને સીલ મરાયા છે.

LEAVE A REPLY

twenty − one =