ભારત સરકારે પહેલા ધોરણમાં એડમિશન માટેની લઘુતમ વયમર્યાદા છ વર્ષ નિર્ધારિત કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે. હાલમાં દેશમાં પહેલા ધોરણમાં એડમિશન માટેની ઉંમર તમામ રાજ્યોમાં એકસમાન નથી. ઉદાહરણ તરીકે દિલ્હી, રાજસ્થાન, ઓડિસા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેની લઘુતમ વય 5 વર્ષ છે. બીજા ઘણા રાજ્યોમાં છ વર્ષ છે.

અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અનુસાર તમામ બાળકો (૩થી ૮ વર્ષ) માટે પાંચ વર્ષનું શિક્ષણ પાયાનો તબક્કો ગણાય છે. જેમાં પ્રિ-સ્કૂલના ત્રણ વર્ષે તેમજ પહેલા અને બીજા ધોરણનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે “મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવેશની વયને નવી શિક્ષણ નીતિ સાથે જોડી છ વર્ષ અને વધુ વયના બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ કર્યો છે.” સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જણાવ્યું હતું કે, “મનોવૈજ્ઞાનિક અને માનસિક આરોગ્યને ધ્યાનમાં રાખીને બાળકોને બહુ નાની વયે શાળામાં મોકલવા જોઇએ નહીં.”

LEAVE A REPLY

sixteen − one =