BJP wins in Tripura and Nagaland
ગુરુવાર, 16 ફેબ્રુઆરીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદારો કતારમાં ઉભા છે. (ANI Photo)

ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો સ્પષ્ટ વિજય તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની સંકેત મળી રહ્યાં છે. આ રાજ્યમાં કોનરાડ સંગમાની પાર્ટી મુખ્ય દાવેદાર બની છે અને તે ભાજપ સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે. આમ ત્રણેય રાજ્યોમાં ભાજપનું ગઠબંધન સરકાર બનાવે તેવી શક્યતા છે.

બે માર્ચે થઈ રહેલી મતગણતરીને છેલ્લાં ટ્રેન્ડ મુજબ ત્રિપુરા વિધાનસભાની કુલ 60 બેઠકોમાંથી 34 બેઠકો પર ભાજપ અને તેના સહયોગી IPFT (ઇન્ડિજીનસ પ્રોગ્રેસિવ ફ્રન્ટ ઑફ ત્રિપુરા) આગળ છે. પરંતુ 2018ની સરખામણીએ આ આંકડો 10 ઓછો છે. એકલા ભાજપે 36 બેઠકો જીતી હતી. IPFTએ 8 જીત મેળવી હતી રાજ્યમાં 35 વર્ષથી શાસન કરનાર ડાબેરીઓ અને તેની નવી સાથી કોંગ્રેસ 14 બેઠકો પર આગળ છે. અગાઉના રાજવી પ્રદ્યોત કિશોર દેબબર્માની ટીપ્રા મોથા પાર્ટી 12 બેઠકો પર આગળ છે. પ્રથમ વખત ચૂંટણી લડનારી આ પાર્ટી ગ્રેટર ટીપ્રાલેન્ડ માટે દબાણ કરી રહી છે.

મેઘાલયમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી રાજ્યની 60 બેઠકોમાંથી 25 બેઠકો પર આગળ છે. બહુમતીના આંક સુધી પહોંચવા માટે તેને ઓછામાં ઓછા પાંચ વધુની જરૂર છે. અગાઉ નેશનલ પીપલ્સ પાર્ટી અને ભાજપનું ગઠબંધન મેઘાલયમાં સત્તા પર હતું, પરંતુ આ વખતની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી હતી. જોકે ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં ભાજપ અને નેશનલ પીપલ્સ પાર્ટી વચ્ચે ફરી ગઠબંધનની ધારણા છે. મેઘાલયમાં ભાજપ ત્રણ બેઠકો પર આગળ છે. મેઘાલયમાં નવી પ્રવેશ કરનાર તૃણમૂલ કોંગ્રેસ પાંચ બેઠકો પર આગળ છે, અને એક્ઝિટ પોલની આગાહીઓને નકારીને કોંગ્રેસ પાંચ બેઠકો પર આગળ છે.

નાગાલેન્ડમાં ભાજપ અને તેની ભાગીદાર એનડીપીપી (નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી) 38 બેઠકો પર આગળ છે, જે ગઇ ચૂંટણી કરતા કરતાં આઠ વધુ બેઠકો છે. નાગાલેન્ડમાં પ્રથમ વખત એક મહિલા ધારાસભ્ય તરીકે જોડાયા છે.

LEAVE A REPLY

13 − 5 =