રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે જો તેઓ 2024માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાશે તો FBI અને શિક્ષણ વિભાગને વિખેરી નાંખશે તથા ચીન સાથે વેપાર કરતી અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ મૂકશે. તેમણે અમેરિકા ફર્સ્ટ વિઝનને લાવવાની તથા રેસ, સેક્સ અને ક્લાઇમેટના મુદ્દે પણ કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિપબ્લિકશન પાર્ટી અને તેના સમર્થકોની સૌથી મોટી ઇવેન્ટ કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે “આજની સ્વતંત્રતાની ઘોષણા એ ચીનથી આપણી સ્વતંત્રતાની ઘોષણા છે. જો થોમસ જેફરસન આજે જીવિત હોત, તો તેમણે આવી સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હોત. જો હું તમારા આગામી પ્રમુખ તરીકે ચૂંટાઈશ તો હું આવી સ્વતંત્રતાની ઘોષણા પર સહી કરીશ.”

CPACના રાષ્ટ્રીય મંચ પરથી તેમના પ્રથમ સંબોધનમાં રામાસ્વામીએ ઉલ્લેખ કર્યો હતો કે તેમને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની “અમેરિકા ફર્સ્ટ” વિઝનથી પ્રેરણા મળી છે. આ મુદ્દાઓને ઓળખવાનો અને તેના માટે આક્રમક રીતે કામ કરવાનો સમય છે.

ચીનમાં બિઝનેસ કરતી અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધની મૂકવાની જરૂરિયાત દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે “મને લાગે છે કે પ્રમાણિક બનવું મહત્વપૂર્ણ છે. જો આપણે ચીનથી સ્વતંત્રતાની ઘોષણા કરવા માંગીએ છીએ, તો તેનો અર્થ એ કે આપણે CCP (ચીની કમ્યુનિસ્ટ પાર્ટી)ના પતન સુધી અથવા CCPમાં ધરમૂળથી સુધારા ન થાય ત્યાં સુધી આપણે મોટાભાગના યુએસ બિઝનેસને ચીનમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવા માટે તૈયાર રહેવું પડશે.

શિક્ષણ વિભાગ અંગે તેમણે જણાવ્યું હતું કે “મેં ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે, અમેરિકામાં બંધ કરવાની જરૂર છે અને અમે બંધ કરી છું તે પ્રથમ એજન્સી શિક્ષણ વિભાગ હશે. તેના અસ્તિત્વનું કોઈ કારણ નથી. તે ક્યારેય અસ્તિત્વમાં હોવું જોઈએ નહીં.

ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ને વિખેરી નાંખવાની જરૂરિયાત દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આજે હું એવી બીજી સરકારી એજન્સીની જાહેરાત કરી રહ્યો છું કે જેને હું આ દેશમાં બંધ કરીશે. આપણે આવું 60 વર્ષ પહેલા કરવાની જરૂર હતી. તેનાથી રિપબ્લિકન અને ડેમોક્રેટ્સને એકસરખું નુકસાન થયું છે. અમેરિકામાં એફબીઆઈને બંધ કરવાનો અને તેનું સ્થાન લેવા માટે કંઈક નવું બનાવવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણે જે એડગર હૂવર વારસા મુક્ત થવાની જરૂર છે.

18 મિનિટના ભાષણમાં રામાસ્વામીએ કહ્યું હતું કે ત્રણ સેક્યુલર રિલિજન્સે આજે અમેરિકાને ગૂંગળામણમાં મુકી દીધું છે. તેમાં રેસ, સેક્સ અને ક્લાઇમેટનો સમાવેશ થાય છે. તેમાં એક “વોક રેશિયલ રિલિજન” છે, જે કહે છે કે કોઈની ઓળખ તેની ચામડીના રંગ પર આધારિત છે. “જો તમે અશ્વેત છો, તો તમે સ્વાભાવિક રીતે વંચિત છો. જો તમે ગોરા છો, તો તમને સ્વાભાવિક રીતે વિશેષાધિકાર મળે છે. તમારી જાતિ નક્કી કરે છે કે તમે કોણ છો અને તમે જીવનમાં શું પ્રાપ્ત કરી શકો છો.

તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ઓળખ સંકટમાં છે. હું 37 વર્ષનો છું. હું મિલાનિયન છું. મારો જન્મ 1985માં થયો છે. મારી જનરેશન અને આજે અમેરિકાન દરેક જનરેશન આપણે એક હેતુ માટે ભૂખ્યા છીએ. આપણે રાષ્ટ્રીય ઇતિહાસના હાલના તબક્કે હેતુ, અર્થપૂર્ણ જીવન અને ઓખળ માટે ભૂખ્યા છીએ. આપણી આવી ભૂખને સંતોષતા હેતુ, વિશ્વાસ, દેશભક્તિ, પરિશ્રમ, કુટુંબ જેવા મૂલ્યો અદ્રશ્ય થઈ ગયા છે.

રામાસ્વામીએ કહ્યું કે તેઓ “અમેરિકા ફર્સ્ટ”ના એજન્ડામાં માને છે. અમેરિકા ફર્સ્ટ વિઝનને અમલી બનાવવા માટે આપણે અમેરિકા શું છે તે ફરી શોધવાની જરૂર છે. રાષ્ટ્રીય ઓળખ સ્થાપિત કરવા માટે મે ગયા સપ્તાહે પ્રેસિડન્ટની સ્પર્ધામાં ઝુકાવ્યું હતું.

LEAVE A REPLY

11 + 14 =