threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત CIDએ રવિવાર, 3 માર્ચે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. શર્મા સામે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન 2004-05માં ગેરકાયદેસર રીતે ઓછી કિંમતે જમીન ફાળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

પ્રદીપ શર્મા પર ગાંધીધામના ચુડવા ગામની જમીન સસ્તામાં વેચવાનો આરોપ છે. 2004- 2005ના કેસમાં તપાસના અંતે સીઆઈડીએ ગુનો દાખલ કર્યો હતો. ગાંધીધામના મામલતદારે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર ખાતે આવેલા નિવાસ્થાનેથી પ્રદીપ શર્માની અટકાયત કરાઈ હતી આ અગાઉ પ્રદીપ શર્માની પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે. ઘણા લાંબા સમય બાદ તેમણે પ્રદીપ શર્માને જામીન મળ્યા હતા. પ્રદીપ શર્મા 1994 બેચના IAS અધિકારી છે.

પ્રદીપ શર્મા સામે ગાંધીધામ તાલુકાના ચુડવા ગામમાં જમીન ફાળવણીના આ તાજા કેસમાં વિશ્વાસભંગ અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એફઆઈઆરમાં જણાવાયું છે કે તેમણે કલેક્ટર તરીકેની પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અને મૂલ્યાંકન નક્કી કરવાની સરકારની જોગવાઈઓને અવગણીને કથિત રીતે ઘણી ઓછી કિંમતે સરકારી જમીન ફાળવી, જેનાથી રાજ્યના તિજોરીને નુકસાન થયું. આ કેસ નવેમ્બર 2004 અને મે 2005 વચ્ચે જમીનની ફાળવણી સાથે સંબંધિત છે.

 

LEAVE A REPLY

18 − five =