ગંગાચાર્ય ગુરુકુળ સેવા ટ્રસ્ટ મથુરા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરામાં રોડ પર રખડતી, બીમાર તેમજ સ્વસ્થ ગાયો માટે વૃંદાવનના પાણીગાંવ  ખાતે આવેલા પાની ઘાટ પાસે સ્થાપવામાં આવેલી ગોપાલ ગૌશાળા માટે વિખ્યાત કથાકાર રાજુભાઇ શાસ્ત્રીજી મહારાજે યુકેવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.

શ્રી રાજુભાઇ શાસ્ત્રીજીએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે અમને જણાવતા આનંદ થાય છે કે અમે ગર્ગાચાર્ય ગુરુકુલ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ગૌશાળા માટે 25 લાખ રૂપિયાના મુલ્યની જમીન ખરીદી છે. જે પેટે 15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે અને હવે બાકીના 10 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ રકમ  વધુ બે હપ્તામાં ચૂકવવાની છે. હું ગાયોની ગૌશાળાના ઉમદા હેતુ માટે તથા ગાયોના નિરણ, ગૌશાળાના બાંધકામ તથા અન્ય ખર્ચા અંગે સૌ યુકેવાસીઓને યથાશક્તિ યથાશ્રધ્ધા ઉદાર હાથે દાન આપવા માટે અપીલ કરૂ છું. જેથી ગાયોની ખૂબ જ સારી રીતે સેવા થઇ શકે. આ ઉમદા હેતુ માટે આપ સૌના સમર્થનની ખૂબ જ જરૂર છે અને ગૌદાન આપણા શાસ્ત્રોમાં ઉત્તમ દાન કહેવાયું છે.’’

આપ સેવા-દાન આપવા કે રૂબરૂ પધારવા માંગતા હો તો આપનું ભાવભીનુ સ્વાગત છે. આપનું દાન આપ Gargacharya Gurukul Sewa Trustના નામનો ચેક/ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલી શકો છો. ઓનલાઇન ડોનેશન કરવા માંગતા લોકો કૃપા કરીને Gargacharya Gurukul Sewa Trust, A/c No. 037201 0000 15665, Indian Overseas Bank, Sort Code – IOBA0000372, Tilak Dwar Branch, Mathura (UP) INDIA પર ડોનેશન મોકલી શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક : રાજુભાઇ આર. શાસ્ત્રી – 0091 94104 44962 Email: [email protected]

LEAVE A REPLY

sixteen + 1 =