Photo : GCHQ

યુકેની લિસનિંગ પોસ્ટ અને મુખ્ય ગુપ્તચર એજન્સી ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ)ના પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે દેશની સ્થાનિક MI5 કાઉન્ટર-ઇન્ટેલીજન્સ એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન કેસ્ટ-બટલરની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મે મહિનામાં સર જેરેમી ફ્લેમિંગ પાસેથી તેમનું પદ સંભાળશે. ફ્લેમિંગે છ વર્ષ પદ સંભાળ્યા બાદ જાન્યુઆરીમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે, “એન કેસ્ટ-બટલર યુકેના રાષ્ટ્રીય સુરક્ષા નેટવર્કના કેન્દ્રમાં કાર્યરત એક પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આતંકવાદીઓ, સાયબર-ક્રીમીનલ અને વિદેશી શક્તિઓ દ્વારા ઉભા થતા જોખમોનો સામનો કરવામાં મદદ કરે છે. તેઓ GCHQ નું નેતૃત્વ કરવા માટે આદર્શ ઉમેદવાર છે.”

UKના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સર ટિમ બેરોએ નવા જાસૂસ વડાને પ્રતિભાશાળી ક્ષેત્રમાં અસાધારણ ઉમેદવાર તરીકે વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે “તેણી અનુભવનો ભંડાર છે અને GCHQ ને ભવિષ્ય તરફ લઈ જવાની દ્રષ્ટિ ધરાવે છે.”

કીસ્ટ-બટલર GCHQ ના 17મા ડિરેક્ટર છે, જેનું મુખ્ય મથક ચેલ્ટનહામ ખાતે આવેલું છે. તેઓ બ્રિટિશ ઇન્ટેલિજન્સ સાથે લાંબી કારકિર્દી ધરાવે છે.

LEAVE A REPLY

3 × three =