bill to ban racial discrimination

ઈન્ડિયન અમેરિકન સીઈઓ ઉદય તાંબરની ન્યૂ યોર્ક સિટીમાં નવા રચાયેલા વંશીય ન્યાય સલાહકાર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરાયા છે. આ એડવાઈઝરી બોર્ડમાં તાંબર સહિત કુલ 15 નિષ્ણાતો સભ્યો તરીકે છે. તાંબર ન્યૂયોર્ક જુનિયર ટેનિસ એન્ડ લર્નિંગ (NYJTL)ના સીઈઓ અને પ્રેસિડન્ટ છે તથા તેઓ અમેરિકામાં યુવા વિકાસ સેવાઓ માટે કાર્યરત છે.

રેશિયલ જસ્ટિસ ચાર્ટર એમેન્ડમેન્ટના અમલીકરણ અંગેના એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે તાંબરની નિયુક્તિ કરાઈ છે. રેશિયલ જસ્ટિસ ચાર્ટરની શરૂઆત ગયા સપ્તાહે મેયર એરિક એડેમ્સે કરી હતી અને તે અમેરિકાનું તેના પ્રકારનું પ્રથમ વંશિય સમાનતા ચાર્ટર છે.

આ બોર્ડનો હેતુ ન્યૂયોર્ક સિટી ઇનોવેશન અને વંશિય સમાનતાના કાર્યમાં દેશમાં મોખરે રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા તાંબરે જણાવ્યું હતું કે હું એનવાયસીના સૌથી મજબૂત સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે નવા એડવાઇઝરી બોર્ડનો સભ્ય બનવા માટે ઉત્સાહિત છું. NYJTL અમે મોટાભાગે BIPOC (અશ્વેત, ઇન્ડિજિનીયસ એન્ડ પીપલ ઓફ કલર) સેવાઓ આપીએ છીએ. આ નવું વંશિય સમાનતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સુનિશ્ચિત કરશે કે તમામ સમુદાયો વિકાસ કરે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાઓને હાંસલ કરે.

આ ચાર્ટર મુજબ શહેરમાં રેશિયલ ઇક્વિટી ઓફિસ અને કમિશનની સ્થાપના થશે તથા વંશિય સમાનતા પર કેન્દ્રીત યોજનાઓ તૈયાર કરાશે. તાંબરે અગાઉ નોર્થવેલ હેલ્થ ખાતે કોમ્યુનિટી હેલ્થના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી અને હાલમાં તેઓ યુ.એસ.માં સૌથી મોટા બિનનફાકારક યુવા ટેનિસ અને શિક્ષણ કાર્યક્રમ NYJTLના પ્રમુખ અને CEO છે.

તેમણે તેમની મોટાભાગની કારકિર્દી યુવાનોની સેવા કરવા માટે સમર્પિત કરી છે, જેમાં આરોગ્ય અને માનવ સેવા માટે NYC ડેપ્યુટી મેયર ઓફિસમાં યુથ એન્ડ ચિલ્ડ્રનના ચીફ ઓફ સ્ટાફ અને ડાયરેક્ટર તરીકેની સેવાનો સમાવેશ થાય છે. તેઓ સાઉથ એશિયન યુથ એક્શન (SAYA!)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હતા. આ સંગઠન એનવાયસીના ઓછા સંસાધનવાળા દક્ષિણ એશિયન સમુદાય માટે વ્યાપક યુવા વિકાસ સેવાઓ પ્રદાન કરે છે.

તાંબરે કોર્નેલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ સાથે સ્નાતક થયા હતા અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી જાહેર બાબતોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેઓ તાજેતરમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામમાં સામેલ થયા હતા.

LEAVE A REPLY

one × 2 =