PM's program has become 'moun ki baat' on important issues like Adani: Congress
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પ્રોગ્રામના 100 એપિસોડ થયાં છે ત્યારે કોંગ્રેસે રવિવારે કુસ્તીબાજોના ધરણા, અદાણી વિવાદ જેવા મહત્ત્વના મુદ્દાઓ અંગેના વડાપ્રધાનના મૌનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે 100મા એપિસોડની ખૂબ ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ તે ચીન, અદાણી, વધતી જતી આર્થિક અસમાનતા અને કુસ્તીબાજોના ધરણા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર “મૌન કી બાત” બની ગઈ છે.

તેમણે દાવો કર્યો હતો કે IIM રોહતકે મન કી બાતની અસરો અંગે એક બનાવટી અભ્યાસ કર્યો છે. તેના ડાયરેક્ટરના શૈક્ષણિક પ્રમાણપત્રો અંગે ખુદ શિક્ષણ મંત્રાલયે સવાલો ઉઠાવ્યા છે.

100મા એપિસોડમાં સંબોધતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મન કી બાત અસંખ્ય જન ચળવળોને પ્રોત્સાહન આપવામાં ઉત્પ્રેરક રહી છે. ‘હર ઘર તિરંગા’ હોય કે ‘કેચ ધ રેઈન’ હોય, મન કી બાતએ જન આંદોલનોને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતના સામાજિક માળખાને મજબૂત કરવા માટે, મન કી બાત એ ગુલાબના હારની જેમ છે, જે દરેક મણકાને એક સાથે પકડી રાખે છે.

LEAVE A REPLY

five × 1 =