At the G7 summit, Modi favored reforming the UN
જાપાનના હિરોશિમામાં 20મેએ જી7 સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (ANI Photo)

જાપાનના હિરોશિમા શહેરમાં G-7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અનેક અગ્રણી દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે શનિવારે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ સાથે મુલાકાત કરી હતી. બંનેએ દ્વિપક્ષીય સંબંધો અને યુદ્ધની પરિસ્થિત પર ચર્ચા કરી હતી. આ નિમિત્તે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર હતા. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી તેમની વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. મોદી વિશ્વના નેતાઓની વચ્ચે બેઠા હતા, જ્યારે બાઈડેન તેમની બેઠક પર આવ્યા ત્યારે બંને એકબીજાને ભેટી પડ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનક અને વડાપ્રધાન મોદી પણ એકબીજાને ભેટ્યા હતા. વડાપ્રધાન મોદીએ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જાપાની લેખક ડો. ટોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી.

મોદીએ હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મે 2023ના રોજ જાપાનના હિરોશિમા ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર નકાતાની જનરલ કાઝુમી માત્સુઈ, હિરોશિમા શહેરના મેયર તાત્સુનોરી મોટાની, હિરોશિમા સિટી એસેમ્બલીના સ્પીકર, હિરોશિમાના સંસદ સભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ભારતીય સમુદાયના સભ્યો અને જાપાનમાં મહાત્મા ગાંધીના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

19-21 મે 2023 દરમિયાન G-7 સમિટ માટે વડાપ્રધાન મોદીની મુલાકાતના અવસર પર ભારત અને જાપાન વચ્ચે મિત્રતા અને સદભાવનાના પ્રતીક તરીકે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા હિરોશિમા શહેરને ભેટમાં આપવામાં આવી છે.42 ઇંચ ઉંચી કાંસ્ય પ્રતિમા પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત રામ વનજી સુતાર દ્વારા શિલ્પ કરવામાં આવી છે. આ પ્રતિમા મોટોયાસુ નદીને અડીને, આઇકોનિક એ-બોમ્બ ડોમની નજીક છે જેની દરરોજ હજારો સ્થાનિકો અને પ્રવાસીઓ મુલાકાત લે છે.

LEAVE A REPLY

4 − two =