ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સિડની હાર્બર અને ઓપેરા હાઉસ ભારતના રાષ્ટ્રધ્વજની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. (ANI Photo)

ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કરતાં બ્રિસ્બેનમાં ભારતનું દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. અહીં દુતાવાસ ખોલવા માટે ભારતીય મૂળના લોકો લાંબા સમયથી માગ કરી રહ્યાં હતા. હેરિસ પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કરવા બદલ મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનો  આભાર માન્યો હતો. હેરિસ પાર્ક વેસ્ટર્ન સિડનીનું સબર્બ છે. અહીં ભારતીય સમુદાયના લોકો દિવાળી અને ઓસ્ટ્રેલિયા દિવસ જેવા તહેવારો અને કાર્યક્રમોની ઉજવણી કરે છે.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મેગા ઇવેન્ટમાં ભારતીય મૂળના લોકોને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોનો સૌથી મજબૂત અને સૌથી મોટો પાયો પરસ્પર વિશ્વાસ અને આદર છે. આ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનિઝે ઉપસ્થિત રહ્યાં હતા.

સિડનીમાં 20,000ની ક્ષમતા ધરાવતું કુડોસ બેંક એરેના ઇન્ડોર સ્ટેડિયમ ઉમટેલા હજારો ભારતીયોએ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભારતને ફોર્સ ઓફ ગ્લોબલ ગૂડ અને વૈશ્વિક અર્થતંત્રનો ચમકતો તારલો ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગહન બની રહી છે. પાંચ વર્ષમાં બંને વચ્ચેના દ્વિપક્ષીય વેપાર બમણો થશે. અગાઉ બંને વચ્ચેના સંબંધોને કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી (3Cs) તથા ડેમોક્રેસી, ડાયાસ્પોરા અને દોસ્તી (3Ds) અને આ પછી એનર્જી, ઇકોનોમી અને એજ્યુકેશન (3Es)એ વ્યાખ્યાયિત કરાતા હતા, પરંતુ સત્ય એ છે કે બંનેના વાસ્તવિક સંબંધો આના કરતાં ઘણા વિશેષ છે. યોગ આપણને જોડે છે. ક્રિકેટ આપણને યુગોથી જોડાયેલા રાખ્યા છે..ક્રિકેટના મેદાન પરની સ્પર્ધા જેટલી રસપ્રદ છે,  તેટલી મેદાનની બહારની મિત્રતા ઊંડી બની છે, હવે ટેનિસ અને મૂવી અન્ય સંપર્ક સેતુ છે.

 

LEAVE A REPLY

two × 4 =