(ANI Photo)

ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મેએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનિઝ સાથે રિન્યુએબલ એનર્જી, ટ્રેડ અને ડિફેન્સ સહિતના ક્ષેત્રમાં સંબંધોને વેગ આપવાની ચર્ચાવિચારણા કરી હતી. બંને નેતાઓ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પરના હુમલાની ઘટનાની પણ ચર્ચા કરી હતી.

મોદીએ કહ્યું, “પીએમ એન્થોની આલ્બેનીઝ અને મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ પર ચર્ચા કરી હતી. અમે આજે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમએ તેમને આ પ્રકારની તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે “અમે એવા કોઈપણ તત્વોને સ્વીકારીશું નહીં જે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યા સંબંધોને તેમના પ્રવૃત્તિ અથવા વિચારોથી નુકસાન પહોંચાડે છે. PM અલ્બેનિસે આજે ફરી એકવાર મને ખાતરી આપી કે તેઓ ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક પગલાં લેશે.

માર્ચમાં, બ્રિસ્બેનમાં હિન્દુ મંદિર, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં હિન્દુ મંદિરો સામે તોડફોડની આ ચોથી ઘટના હતી. 16 જાન્યુઆરીના રોજ, ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરીના રોજ, ઓસ્ટ્રેલિયાના મિલ પાર્કમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી અને હિંદુ વિરોધી સૂત્રોથી કલંકિત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભારત માટે મોટી ગર્વની વાત તો એ છે કે સિડની ખાતે આવેલ હાર્બર તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

LEAVE A REPLY

1 × 3 =