અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે લિવ ઈન રિલેશનશીપ સાથે જોડાયેલી એક અરજી પર એવો ચુકાદો આપ્યો હતો તેના તરફ ધ્યાન ખેંચાયું હતું. ઈસ્લામમાં લગ્નના નિયમોને ટાંકીને હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ પ્રકારના સંબંધોને પ્રોત્સાહન આપી ના શકાય. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો એક કપલ પોલીસની હેરાનગતિમાંથી રાહત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે ઈસ્લામિક નિયમોને ટાંકીને આ મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઇસ્લામમાં લગ્ન પહેલા સેક્સ કરવાની મંજૂરી નથી. આ ઉપરાંત, લગ્ન પહેલાં વાસના કે પ્રેમ દર્શાવતા કોઈપણ કૃત્યને પરવાનગી અપાઈ નથી જેમ કે ચુંબન, સ્પર્શ અને ત્યાં સુધી કે તાકી તાકીને જોવું પણ માન્ય નથી. જસ્ટિસ સંગીતા ચંદ્રા અને જસ્ટિસ નરેન્દ્ર કુમાર જોહરીની ડિવિઝન બેન્ચે કહ્યું કે ઈસ્લામિક કાયદો લગ્ન પહેલા સેક્સને માન્યતા આપતો નથી.