ગુજરાતમાં અનેક જિલ્લાઓ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર જેવા જિલ્લા અને કચ્છ પંથકમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે તેમ જ નદી-નાળાઓ છલકાઈ રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે NDRS, SDRF અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે રાહત કાર્યમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો હતો. અહીં, ગુજરાતના ગાંધીધામ રેલવે સ્ટેશન પર પાણી વધી ગયું છે. જેના કારણે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી રહી છે. ગુજરાતના નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 થી 9 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ 33 જિલ્લામાં વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે શનિવારે આગાહીમાં વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 30 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢની કાળવા નદી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે અહીં NDRF તહેનાત કરવામાં આવી છે.











