ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓના હાર્ટએટેકમાં મોતના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવાર3 જૂને રાજકોટ જિલ્લાના રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ દરમિયાન ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું અને જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં 17 વર્ષના કિશોરનું કથિત હાર્ટ એટેકમાં મોત થયું હતું.  

રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતાં ઢળી પડ્યો હતો. તેનાથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતોપરંતુ સારવાર મળે તે પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે.  

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામના વતની જિજ્ઞેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી નાળિયેરની વાડીમાં કામ ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો. તરત જિજ્ઞેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં થોડી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. 

LEAVE A REPLY