પશ્ચિમ બંગાળમાં શનિવારે 63,229 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી. આ ઉપરાંત 9,730 પંચાયત સમિતિની બેઠકો અને 928 જિલ્લા પરિષદની બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ પછી પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. આમ છતાં મતદાન શરૂ થતાની સાથે જ હિંસા શરૂ થઈ ગઇ હતી. વિવિધ મતદાન મથકો પર લડાઈ, હિંસા અને આગ લગાડવાની ઘટનાઓ નોંધાઇ હતી અને તેમાં 11 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામે બૂથ લૂટવાના આરોપ મુકવામાં આવ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગા ખાતે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેની અથડામણમાં સત્તાધારી પક્ષના કાર્યકર બાબર અલીનું મોત થયું હતું. કોંગ્રેસ કાર્યકરને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કૂચબિહારના ફોલિમારીમાં હિંસા ફાટી નીકળી હતી. ભાજપના પોલિંગ એજન્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભારે તણાવ છે. શનિવારે સવારે હુમલાખોરોએ ભાજપના પોલિંગ એજન્ટ માધવ વિશ્વાસને ગોળી મારી દીધી હતી. ઘટના ફલીમરીની છે. બૂથ નંબર 4/38 પર બોમ્બ ફેંકવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો.
પશ્ચિમ બંગાળના સીતાઈમાં એક મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી છે. ત્યાં બેલેટ પેપરને આગ લગાડવામાં આવી છે. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો છે. કૂચ બિહારમાં એક મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી છે અને બેલેટ પેપર લૂંટી લેવામાં આવ્યા છે અને આગ લગાવવામાં આવી હતી.

LEAVE A REPLY