આખરે પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ ગયા સપ્તાહે જાહેર કરાયો હતો. આ ટુર્નામેન્ટ શ્રીલંકા અને પાકિસ્તાનમાં હાઈબ્રીડ મોડેલના આધારે રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા પછી એસીસી અને પીસીબીએ ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકારી લીધું હતું. ભારતની તમામ મેચ શ્રીલંકામાં રમાશે. ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 2 સપ્ટેમ્બરે થશે.
એસીસીના અધ્યક્ષ જય શાહે ટ્વીટ કરીને શેડ્યૂલ જાહેર કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, મને બહુપ્રતિષ્ઠિત પુરુષ વન-ડે એશિયા કપ-2023ના શેડ્યૂલની જાહેરાત કરતા આનંદ થાય છે. તે વિવિધ દેશોને એક સાથે બાંધનારા એકતા અને એકજુટતાનું પ્રતિક છે. ચાલો આપણે ક્રિકેટના ઉત્સાહની ઉજવણીમાં સામેલ થઈએ અને આપણને તમામને જોડતા બંધનોની કદર કરીએ.
ટુર્નામેન્ટમાં 6 ટીમો 2 ગ્રુપમાં છે. ભારત, યજમાન પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ એમાં છે, તો ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. 30 ઓગસ્ટે મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પહેલી મેચ રમાશે. શ્રીલંકાની ધરતી પર પ્રથમ મેચ 31 ઓગસ્ટે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે કેન્ડીમાં રમાશે.
ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ભારતનો મુકાબલો નેપાળ સામે આ જ મેદાન ઉપર થશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે શ્રીલંકામાં રમાશે.
Date Match Details Time
Aug 30 Pakistan vs Nepal – Group A 3:30 PM
Multan – Pakistan
Aug 31 Bangladesh vs Sri Lanka – Group B 2:00 PM
Pallekele – Sri Lanka
Sep 02 Pakistan vs India – Group A 2:00 PM
Pallekele – Sri Lanka
Sep 03 Bangladesh vs Afghanistan – Group B 3:30 PM
Lahore – Pakistan
Sep 04 India vs Nepal – Group A 2:00 PM
Pallekele – Sri Lanka
Sep 05 Afghanistan vs Sri Lanka – Group B 3:30 PM
Lahore – Pakistan
Sep 06 A1 vs B2 – Super Four 3:30 PM
Lahore – Pakistan
Sep 09 B1 vs B2, Super Four 2:00 PM
Colombo – Sri Lanka
Sep 10 A1 vs A2, Super Four 2:00 PM
Colombo – Sri Lanka
Sep 12 A2 vs B1, Super Four 2:00 PM
Colombo – Sri Lanka
Sep 14 A1 vs B1, Super Four 2:00 PM
Colombo – Sri Lanka
Sep 15 A2 vs B2, Super Four 2:00 PM
Colombo – Sri Lanka
Sep 17 TBC vs TBC, Final 2:00 PM
Colombo – Sri Lanka