Rahul Gandhi did not get relief in the defamation case
(ANI Photo)

રાષ્ટ્રીય જનતા દળના  સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પછી હરિયાણાની મહિલા ખેડૂતોને પણ 53 વર્ષના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લગ્ન અંગે ચિંતા થવા લાગી છે. આ મહિલાઓએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે રાહુલના લગ્ન કરાવી દો. તેના જવાબમાં સોનિયા ગાંધીએ કન્યા શોધી કાઢવા મહિલાને કહ્યું હતું. તે સમયે રાહુલ પણ કહે છે કે લગ્ન થશે.

હકીકતમાં સોનિયા ગાંધીએ તેમના નિવાસસ્થાને હરિયાણાના સોનિપત જિલ્લાની મહિલા ખેડૂતો માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ અને પ્રિયંકા પણ ઉપસ્થિત હતાં. તાજેતરમાં રાહુલ ગાંધીએ હરિયાણાના ખેતરોની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે મહિલા ખેડુતો માટે માતાના ઘેર ભોજન સમારંભ યોજવાનું વચન આપ્યું હતું.

દિલ્હીમાં 10, જનપથ નિવાસસ્થાન પર વાતચીત દરમિયાન એક મહિલાએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે રાહુલના લગ્ન કરાવી દો. તેના જવાબમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે તમે તેના માટે કન્યા શોધો. આ વખતે રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે તેમના લગ્ન થશે. એક મહિલાએ રાહુલ ગાંધીને ભોજન પણ કરાવ્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહિલાઓ કહ્યું કે રાહુલ તેમના કરતા વધુ તોફાની હતો, પરંતુ રાહુલને બદલે તેને ઠપકો મળતો હતો.

રાહુલ ગાંધીએ આ અંગેનો વીડિયો જારી કરીને ટ્વીટર પર લખ્યું હતું કે કેટલાંક ખાસ મહેમાનો સાથે મા, પ્રિયંકા અને મારો માટે એક યાદગાર દિવસ. સોનિપતની ખેડૂત બહેનોનું દિલ્હી દર્શન, તેમની સાથે ઘરમાં ભોજન અને ઘણી મજેદાર વાતો. આની સાથે મળી અણમોલ ભેટસોગાદ- દેશી ઘી, મીઠી લસ્સી, ઘરનું અથાણું અને પુષ્કળ પ્રેમ.

LEAVE A REPLY