અમેરિકાની કોંગ્રેસની સભ્ય ગ્રેસ મેંગે તાજેતરમાં હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીના દિવસે ક્રિસમસની જેમ જ ફેડરલ હોલિડે જાહેર કરવાની જોગવાઇ કરતું એક બિલ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યું છે.
તેમનુ કહેવુ છે કે, અમેરિકામાં હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન સહિતના ઘણા ધર્મના લોકો આ તહેવાર મનાવે છે ત્યારે દિવાળીને ફેડરલ હોલિડે જાહેર કરવામાં આવે તે જરુરી છે.

સાંસદે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રઝન્ટેટિવ્સમાં આ માટે બિલ પણ મુકયુ છે. ગ્રેસનુ કહેવુ છે કે, આ પ્રસ્તાવ અંગે બીજા સાંસદોએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ બિલના સમર્થનમાં દર સપ્તાહે કેટલાક સભ્યો સહી કરવા માટે આગળ આવી રહ્યા છે. જે લોકો દિવાળી ઉજવે છે તેમની સાથે ઉજવણીમાં સામેલ થનારા જ આ તહેવાનુ મહત્વ સમજી શકે. મને આશા છે કે, બહુ જલ્દી આ બિલ પાસ થઈ જશે.

ગ્રેસ મેંગે કહ્યુ હતુ કે, એક એશિયન-અમેરિકન હોવાના નાતે મારા માટે દિવાળી પર્વ મહત્વ ધરાવે છે. દુનિયાના અબજો લોકો આ તહેવાર ઉજવતા હોય છે અને માટે જ અમેરિકામાં રજા જાહેર થાય તે જરુરી છે.

LEAVE A REPLY