વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના 21 સહિત સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે નવી ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાથી પ્રેરિત હશે. આ પ્રોજેક્ટમાં કુલ ₹24,470 કરોડનો ખર્ચ થશે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ સંખ્યામાં રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટ કરાશે. આ ઉપરાંત બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં, 34, આસામમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22 રેલવે સ્ટેશનનો કાયાપલટ કરાશે.