સિટી ઇન્ડેક્સ દ્વારા ઇતિહાસની સૌથી મોટી કંપનીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં છેલ્લા 40 વર્ષમાં શેરબજારો કેવી રીતે બદલાયા તેની વિગતો જાહેર થઇ છે. વર્ષ 2000ના આંકડાના આધારે હાલના ભાવે કંપનીઓના મૂલ્યને આંકવામાં આવ્યું છે.

એપલે તાજેતરમાં વિશ્વની પ્રથમ $3 ટ્રિલિયન કંપની બનીને ઈતિહાસ રચ્યો છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ $2.51 ટ્રિલિયન, સાઉદી અરામ્કો ઓઇલ અને ગેસ $2.08 ટ્રિલિયન, આલ્ફાબેટ (Google) ટેકનોલોજી $1.5 ટ્રિલિયન, એમેઝોન ટેકનોલોજી/રિટેલ $1.34 ટ્રિલિયન, NVIDIA ટેકનોલોજી $1.05 ટ્રિલિયન, ટેસ્લા ઓટોમોટિવ $886 બિલિયન, બર્કશાયર હીથવે ડાઇવર્સિફાઇડ $753 બિલિયન, મેટા (ફેસબુક) ટેકનોલોજી $733 બિલિયન અને તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી $534 બિલિયનનો નંબર આવે છે.

2000માં સૌથી ટોચની દસ કંપનીઓમાં માઈક્રોસોફ્ટ ટેકનોલોજી, જનરલ ઇલેક્ટ્રિક ડાઇવર્સિફાઇડ, સિસ્કો ટેકનોલોજી, વોલમાર્ટ રિટેલ, એક્સોન મોબિલ ઓઇલ એન્ડ ગેસ, ઇન્ટેલ ટેકનોલોજી, NTT ડોકોમો ટેલિકમ્યુનિકેશન્સ, રોયલ ડચ શેલ ઓઇલ અને ગેસ, ફાઈઝર ફાર્માસ્યુટિકલ્સ અને નોકિયા ટેકનોલોજી હતી.

1980માં સૌથી મોટી કંપનીઓ તરીકે IBM ટેકનોલોજી, AT&T ટેલિકોમ્યુનિકેશન્સ, એક્સોન ઓઈલ એન્ડ ગેસ, સ્ટાન્ડર્ડ ઓઇલ અને ગેસ, શેલ ઓઇલ અને ગેસ, મોબિલ ઓઇલ અને ગેસ, જનરલ મોટર્સ ઓટોમોટિવ, ટેક્સાકો ઓઇલ અને ગેસ, ડ્યુપોન્ટ કેમિકલ્સ અને ગલ્ફ ઓઈલ એન્ડ ગેસ ગણની થતી હતી.

LEAVE A REPLY