બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી અશ્વિનભાઈ (અંબાલાલ) દેવજીભાઈ ગલોરિયાનું બુધવાર 20 સપ્ટેમ્બર 2023 ના રોજ લંડન (યુકે) ખાતે શાંતિપૂર્ણ નિધન થયું છે. સદગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના (શ્રદ્ધાંજલિ) સભાનું આયોજન 24મી સપ્ટેમ્બર 2023 રવિવારના રોજ બપોરે ધામેચા લોહાણા સેન્ટર (લોઅર હોલ), બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, ખાતે કરવામાં આવ્યું હતું.

તેમનો જન્મ 30 માર્ચ 1950ના રોજ થયો હતો. તેમના અંતિમ સંસ્કાર શનિવાર તા. 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ, 62 હૂપ લેન લંડન, NW11 7NL ખાતે યોજાશે. કૃપા કરીને કોઈ શાલ અથવા ફૂલો લાવવાના બદલે ઉપલબ્ધ ચેરિટી ડોનેશન બોક્સ અને ઑનલાઇન QR કોડ દ્વારા દાન કરવા અપીલ કરાઇ છે. સંપર્ક: સંજય ગાલોરિયા (પુત્ર) 07930 808 080.

LEAVE A REPLY

9 − six =