(ANI Photo/Ayush Sharma)

અમેરિકામાં જટિલ રોકેટ મિશન વિકસાવવા સાથે સંકળાયેલા નિષ્ણાતોએ ચંદ્રયાન-3 અવકાશયાનની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને જોયા બાદ સૂચન કર્યું હતું કે ભારતે તેની સ્પેસ ટેકનોલોજી અમેરિકા સાથે શેર કરવી જોઇએ, એમ ઇસરોના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3  માટે અમે અવકાશયાનને ડિઝાઇન અને વિકસિત કર્યું, ત્યારે અમે જેટ પ્રોપલ્શન લેબોરેટરી, નાસા-જેપીએલના નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા, જેઓ તમામ રોકેટ અને સૌથી મુશ્કેલ મિશન હાથ ધરે છે. નાસા-જેપીએલના લગભગ છ લોકો આવ્યા હતા અને અમે તેમને ચંદ્રયાન-3ની માહિતી આપી હતી. તે સોફ્ટ લેન્ડિંગ પહેલા હતું. અમે સમજાવ્યું કે અમે તેને કેવી રીતે ડિઝાઇન કર્યું અને અમારા એન્જિનિયરોએ તેને કેવી રીતે બનાવ્યું… અને અમે ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતરાણ કરવાના છીએ, અને તેઓએ ફક્ત કહ્યું, ‘કોઈ ટિપ્પણી નહીં. બધું સારું થવાનું છે. યુએસ સ્પેસ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘વૈજ્ઞાનિક સાધનો જુઓ, તે ખૂબ સસ્તા છે. બિલ્ડ કરવા માટે ખૂબ જ સરળ છે અને તેમાં ઉચ્ચ ટેકનોલોજી છે. તમે તેને કેવી રીતે બનાવ્યું? તમે આને અમેરિકાને કેમ વેચતા નથી.

હવે સમય બદલાઈ ગયો છે અને ભારત શ્રેષ્ઠ ઉપકરણો અને રોકેટ બનાવવા માટે સક્ષમ છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું છે. આપણો દેશ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર છે. દેશમાં જ્ઞાન અને બુદ્ધિ સ્તર વિશ્વમાં શ્રેષ્ઠમાંનું એક છે.

 

LEAVE A REPLY