ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના  જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023નો પ્રારંભ કરાવ્યો હતો અને મા અંબાની આરતી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

રાજ્ય સરકારના પર્યટન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગે આ નવ દિવસીય મહોત્સવનું આયોજન કર્યું છે. આ નવરાત્રિ ઉત્સવની વિશેષતા રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા છે, જે 16મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન રોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાથી પ્રધાનો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શક્તિ ઉપાસનાના દિવ્ય અને ભવ્ય ઉત્સવ સમા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થવાનો અવસર મળ્યો. શક્તિના પરમ ઉપાસક નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિ અને ગરબાની ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે. આ મહોત્સવ થકી ગરબાને વૈશ્વિ સ્તરે આગવી ઓળખ મળી છે. જગતજનનીની આરાધના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે દેશવાસીઓને નવી ઊર્જા પ્રદાન કરે એ જ પ્રાર્થના. નોરતાનો રવિવારથી ભક્તિમય અને રંગતમય માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ રવિવારની રજા મળતા ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો.

LEAVE A REPLY

ten + 10 =