(ANI Photo)

ભારતના યુવા, ઉભરતા ઓપનિંગ બેટર શુભમન ગિલની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સપ્ટેમ્બર મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી કરાયાની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી. શુક્રવારે કરાયેલી આ જાહેરાતમાં મહિલા ક્રિકેટર તરીકે શ્રીલંકાની ચમારી અટપટ્ટુની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. 

ગિલ સાથે આ એવોર્ડ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાન નોમિનેટ કરાયા હતા. જ્યારે મહિલા ક્રિકેટર્સમાં સાઉથ આફ્રિકાની નાદીન ડી ક્લાર્ક અને લૌરા વોલ્વાર્ડ પણ નોમિનેટ થઈ હતી.

ગિલની પસંદગી મુખ્યત્વે સપ્ટેમ્બરમાં શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાયેલા એશિયા કપમાં ટોપ સ્કોરર રહ્યાના પગલે કરાઈ હતી. તેણે એશિયા કપમાં 6 મેચમાં 75.50ની એવરેજથી 302 રન અને એકંદરે સપ્ટેમ્બર મહિનામાં 8 વનડેમાં ગિલે 80ની એવરેજથી 480 રન કર્યા હતા

LEAVE A REPLY

twenty + nineteen =