પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશમાં ડુંગળીના સતત વધતાં જતાં ભાવ પર અંકુશ મૂકવા માટે ભારત સરકાર શનિવારે તેની નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતાં. નિકાસમાં ઘટાડો કરવા માટે સરકારે ટન દીઠ 800 ડોલરનો લઘુતમ નિકાસ ભાવ નક્કી કર્યો છે. આનો અર્થ એવો થાય છે કે એનાથી નીચા ભાવે નિકાસ કરી શકાશે નહીં. નિકાસ પર ભાવ નિયંત્રણથી ઘરેલું બજારમાં તેની ઉપલબ્ધતામાં વધારો થશે અને ભાવને અંકુશમાં લેવામાં મદદ મળશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ પર કોઇ જકાત નથી, પરંતુ 31 ડિસેમ્બર 2023 સુધી ટન દીઠ 800 ડોલરનો લઘુતમ નિકાસ ભાવ (MEP) નિર્ધારિત કરાયો છે.

પુરવઠામાં ઘટાડાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રિટેલ માર્કેટમાં ડુંગળીની ભાવ વધીને કિગ્રા દીઠ રૂ.65થી 80 થયા છે. દિલ્હી-એનસીઆરમાં આશરે 400 સફલ રિટેલ સ્ટોર્સ ધરાવતી મધર ડેરી કિગ્રા દીઠ રૂ.67ના ભાવે ડુંગળીનું વેચાણ કરે છે. ઇ-કોમર્સ પોર્ટલ બિગબાસ્કેટ કિગ્રા દીઠ રૂ.67 અને ઓટીપી કિગ્રા દીઠ રૂ.70ના ભાવે ડુંગળીનું વેચાણ કરે છે. સ્થાનિક વેન્ડર્સ કિગ્રા દીઠ રૂ.80 જેટલા ઊંચા ભાવે તેનું વેચાણ કરી રહ્યાં છે.

 

LEAVE A REPLY