દક્ષિણ આફ્રિકાના રંગભેદ અને આધુનિક ભ્રષ્ટાચાર સામે લડતા બ્રિટનના રાજકારણી પીટર હેઇનના રાજકીય જીવનની શક્તિશાળી અને સમયસરની વાત એટલે અ પ્રિટોરિયા બોય.

પીટર હેઈન બ્રિટન અને તેમના વતન દક્ષિણ આફ્રિકામાં 50 વર્ષની નાટકીય રાજકીય કારકિર્દી ધરાવે છે. પ્રિટોરિયાથી હાઉસ ઓફ લોર્ડ્સ સુધીની તેમની યાત્રા અસાધારણ રહી છે અને અ પ્રિટોરિયા બોય: સાઉથ આફ્રિકા’ઝ ‘પબ્લિક એનીમી નંબર વન’ માં તેનું વિસ્તૃત વર્ણન કરાયું છે.

પીટર હેઈને 1960ના દાયકાની શરૂઆતમાં તેમના રંગભેદ વિરોધી માતાપિતાની ધરપકડ અને સતામણી, નજીકના શ્વેત પરિવારના મિત્રને અપાયેલી ફાંસી અને 1966માં તેમના લંડનના દેશનિકાલનું વર્ણન આ પુસ્તકમાં કર્યું છે. આંતકવાદી સ્પ્રિંગબોક વિરોધી પ્રદર્શનનું આયોજન કર્યા બાદ તેઓ સાઉથ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકન મીડિયાના ‘પબ્લિક એનેમી નંબર વન’ બન્યા હતા. તમામ શ્વેત દક્ષિણ આફ્રિકન રમત પ્રવાસોમાં ખલેલ પહોંચાડવા બદલ તેઓ જેલમાંથી છટક્યા હતા. તેમને બેંક લૂંટ માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બોમ્બ દ્વારા તેમની લગભગ હત્યા કરવામાં આવી હતી.

તેમણે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકોબ ઝુમાના વહીવટમાં લૂંટ અને મની લોન્ડરિંગનો પર્દાફાશ કરવા માટે પોતાના બ્રિટિશ સંસદીય વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પ્રયત્નોએ સંભવત: ઝુમાના રાજીનામાના નિર્ણયને પ્રભાવિત કર્યો હતો. પીટર હેઈન દક્ષિણ આફ્રિકાના ભવિષ્ય માટે નેલ્સન મંડેલાની દ્રષ્ટિ અને અખંડિતતાને પુનર્જન્મ આપવાની સલાહ આપીને પોતાના પુસ્તકને સમાપ્ત કરે છે.

પીટર હેઈનનો ઉછેર દક્ષિણ આફ્રિકામાં થયો હતો. દેશનિકાલ માટે મજબૂર પીટર બ્રિટન આવીને બ્રિટિશ રંગભેદ વિરોધી નેતા બન્યા હતા. 1991 થી 2015 સુધી તેઓ નીથના લેબર સાંસદ રહ્યા હતા. તેમણે બાર વર્ષ સુધી ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની સરકારોમાં સેવા આપી હતી, કેબિનેટમાં તેઓ સાત વખત મિનિસ્ટર રહ્યા હતા અને 2015 માં હાઉસ ઓફ લોર્ડ્સમાં જોડાયા હતા.

  • ‘પીટરની આકર્ષક વાર્તા અને તેની ઉત્સાહી સક્રિયતા મારા સામાન્ય (આફ્રિકન) બાળપણ અને બ્રિટનમાં દેશનિકાલ માટે મારી સાથે પડઘો પાડે છે.’ નતાશા કપલિન્સ્કી, બ્રોડકાસ્ટર
  • ‘ન્યાય માટેના અભિયાનની અસાધારણ અડધી સદી પર એક ટૂર ડી ફોર્સ’ હેલેન ક્લાર્ક, ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના ડેવલપમેન્ટ ચિફ.
  • ‘કટ્ટર જાતિવાદી અને રંગભેદ વિરોધી પ્રચારક’ – ડોરિન (બેરોનેસ) લોરેન્સ.
  • ‘નેલ્સન મંડેલાની આઝાદી માટે લડવાથી માંડીને જેકોબ ઝુમાના નેતૃત્વ હેઠળના તેમના વિશ્વાસઘાતને ઉજાગર કરવા સુધી, સતત પ્રચારની 50 વર્ષની વાર્તા.’ – સર ટ્રેવર મેકડોનાલ્ડ, બ્રોડકાસ્ટર.
  • Publisher ‏ : ‎ Icon Books Ltd (9 Sept. 2021)
  • Hardcover ‏ : ‎ 368 pages
  • £25.00