અમદાવાદ શહેરમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘરે જઈને મતદાન કરાવી રહ્યું છે. 24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ થઇ હતી, જેમાં વિધાનસભા મુજબ ટીમોની સક્રિય કામગીરીથી અનેક વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું હતું.

અમદાવાદમાં જન્મેલા અને વર્ષોથી અહીં જ સ્થાયી થયેલા 95 વર્ષીય રૂસ્તમજી મહેતાએ આ વખતે ચૂંટણી તંત્રની મદદથી ઘરે બેઠાં મતદાન કર્યું હતું. નરોડા વિધાનસભા મતવિસ્તારમાં રહેતા રૂસ્તમજી મહેતા પોતાના પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર સહિત પરિવાર સાથે રહે છે.
અત્યાર સુધી એક પણ ચૂંટણીમાં મતદાન કરવાની ફરજ ન ચૂકેલા રૂસ્તમજી મહેતા હાલ ચાલવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે. ઉંમર અને પગની તકલીફના કારણે રૂસ્તમજી હાલ ઘરમાં જ રહી પોતાનો સમય પસાર કરે છે તેમ છતાં પણ તેમણે આ ઉંમરે મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો છે.
95 વર્ષીય રૂસ્તમજી મહેતાને ઘરે બેઠાં જ મતદાન કરવાની મળેલી સુવિધા ખૂબ જ અનુકૂળ અને સારી લાગી હતી. આ સેવા બદલ તેમણે ચૂંટણી તંત્રનો પણ વિશેષ આભાર માન્યો હતો. સાથે સાથે તેઓએ નાગરિકોને અચૂક મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

15 + 2 =