ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બુધવાર, 21 જૂને જણાવ્યું હતું કે સુરતમાં યોગ દિવસના કાર્યક્રમે એક જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકો એકઠા થવાનો નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતના ડુમસ વિસ્તારમાં રાજ્ય કક્ષાની ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીમાં જોડાયા હતા. યોગ દિવસ સેશનના પ્રારંભ પહેલા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કુલ 1.25 કરોડ લોકોએ રાજ્યમાં 72,000 સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં યોગને લોકપ્રિય બનાવ્યો છે.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં લગભગ 1.25 કરોડ લોકો યોગ દિવસના સત્રમાં આજે 72,000 સ્થળોએથી જોડાયા છે. સુરતમાં એક લાખથી વધુ લોકોની ભાગીદારી સાથે વિશ્વ વિક્રમ સર્જાયો છે. રાજ્ય યોગ બોર્ડે અત્યાર સુધીમાં 5,000 પ્રશિક્ષકોને તાલીમ આપી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર રાજ્યમાં 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાનું આયોજન કરી રહી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે અન્ય પ્રધાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને અધિકારીઓએ વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે યોગ દિવસની ઉજવણી માટે રાજ્યમાં 75 “પ્રતિષ્ઠિત સ્થળો” પસંદ કર્યા હતો. આ સ્થળોમાં સાબરમતી રિવરફ્રન્ટ (અમદાવાદ), સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા), કચ્છનું સફેદ રણ અને મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. યોગ દિવસના કાર્યક્રમો વિવિધ ગામો, નગરો, શહેરો, કોલેજો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, જેલો, પોલીસ સ્ટેશનો અને બગીચાઓ જેવા જાહેર સ્થળોએ પણ યોજાયા હતા.

 

 

LEAVE A REPLY

4 × 5 =