Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે બંધારણ ખંડપીઠ સમક્ષ અરજીઓની સુનાવણી 2 ઓગસ્ટસવારે 10:30 વાગ્યે શરૂ થશેઅને પછી સોમવાર અને શુક્રવાર સિવાય રોજના ધોરણે સુનાવણી થશે.  

મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને ઓગસ્ટ 2019 નાબૂદ કરી હતી તથા જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન ધારાને મંજૂરી આપી હતી. કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો. 

11 જુલાઇએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના એક દિવસ પહેલા કેન્દ્રએ બંધારણની કલમ 370 નાબૂદ કરવાના બચાવમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં સરકારે જણાવ્યું હતું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર ક્ષેત્રમાં “અભૂતપૂર્વ” શાંતિપ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રએ કહ્યું કેઆતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત છે. 

LEAVE A REPLY

four + 19 =