ફાઇલ ફોટો (ANI Photo)

ગુજરાત સરકારે મંગળવારે  આયુષ્યમાન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં મફત સારવારની રકમ વધારીને રૂ.10 લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું. 11 જુલાઇ આ નિર્ણયનો અમલ થયો છે. હાલ રાજ્યના 1.79 કરોડ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY)મા કાર્ડ ધારકો હોવાનો અંદાજ છે.  

બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ સાથે બેઠક બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ હેઠળ રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદયકિડનીલીવર જેવી સર્જરીમાં મળશે. જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે. જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃદ્ધિમાં વધારો થશે. 

LEAVE A REPLY

18 − 18 =