REUTERS/Edgard Garrido/Illustration

અમેરિકામાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામે મહિલાઓને એબોર્શન પીલ્સ ઓફર કરતી પોસ્ટ્સ દૂર કરવાનું ચાલુ કર્યું છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટેના ગર્ભપાતના હકને છીનવી લીધા બાદ એબોર્શન પીલ્સ ઓફર કરતી સોશિયલ મીડિયા પોસ્ટમાં અચાનક ઉછાળો આવ્યો છે.

મહિલાઓ કાયદેસર રીતે એબોર્શન પીલ્સ કેવી રીતે મેળવી શકે તે સમજાતી સોશિયલ મીડિયા મિમ્સ અને સ્ટેટસ અપડેટનો વિસ્ફોટ થયો હતો. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવા રાજ્યોમાં પણ એબોર્શન પિલ્સ પોસ્ટ કરવાની ઓફર કરવામાં આવી છે કે જ્યાં હવે ગર્ભપાત પર પ્રતિબંધ મૂકાયો છે.

અમેરિકાની અસંખ્યા મહિલીઓ ગર્ભપાતની સુવિધા માટે સર્ચ કરી રહી છે ત્યારે છે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામે આવી કેટલીક પોસ્ટ્સ દૂર કરવાનું ચાલુ કર્યું છે. મીડિયા ઇન્ટેલિજન્સ કંપની ઝિગ્નલ લેબ્લના એનાલિસિસ મુજબ શુક્રવારની સવારથી અચનાક ટ્વીટર, ફેસબૂક, રેડિટ અને ટીવી પ્રસારણમાં મિફેપ્રિસ્ટોન અને મિસોપ્રોસ્ટોલ જેવા વર્ઝનનો ઉલ્લેખ કરતી પોસ્ટ તથા એબોર્શન પીલની માહિતી આપતી પોસ્ટ્સમાં ઉછાળો આવ્યો હતો. આવી આશરે 250,000 પોસ્ટ્સ થઈ હતી.

કોર્ટે ગર્ભપાત પર પ્રતિબંધ મૂક્યા પછી એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એબોર્શન પીલ્સ ખરીદવાની કે પોસ્ટમાં મોકલવાની ઓફર કરી હતી. ઇન્સ્ટાગ્રામે ગણતરીની મિનિટોમાં આ પોસ્ટ દૂર કરી હતી. વાઇસ મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ફેસબૂક અને ઇસ્ટાગ્રામની માલિક કંપની મેટા એબોર્શન પિલ્સ અંગેની પોસ્ટ્સ દૂર કરી રહી છે. શુક્રવારે એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે જણાવ્યું હતું કે રાજ્યોએ ગર્ભપાતની ગોળી મિફેપ્રિસ્ટોન પર પ્રતિબંધ ન મૂકવો જોઇએ.