ગત વર્ષે શરૂ થયેલી ભારતની સ્ટાર્ટ-અપ બજેટ એરલાઈન અકાસા એર સાંકડા કદવાળા જેટ વિમાનો ખરીદવા માટે નવો ઓર્ડર આપશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હવાઇ મુસાફરી વધી રહી હોવાથી તેનો લાભ મેળવવા અકાસા એર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાન સેવા શરૂ કરવા ઇચ્છે છે.
અકાસા એરને શરૂ થયાને 200 દિવસ થયા છે. અત્યારે તેની પાસે 17 બોઈંગ 737 મેક્સ વિમાનો છે. તેણે બોઈંગ કંપનીને કુલ 72 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. બાકીના વિમાનો તેને માર્ચ 2027 સુધીમાં મળશે. આ વર્ષે કંપની સાંકડા કદવાળા વિમાનોનો નવો ઓર્ડર આપવાની છે, પરંતુ આ ઓર્ડર તે બોઈંગને આપશે કે એરબસને, તે હજુ સુધી નક્કી કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એરલાઇનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ મુંબઇ-અમદાવાદ વચ્ચે ગત વર્ષે સાત ઓગસ્ટના રોજ શરૂ થઇ હતી.

LEAVE A REPLY

3 × 4 =