Government of India to amend three criminal laws: Amit Shah

ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે, દેશમાં ગુનેગારોને સજાની જોગવાઈ દર્શાવતી કલમોના સંગ્રહ ધરાવતા તમામ ત્રણ કાયદા – ઈન્ડિયન પીનલ કોડ, ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટમાં સરકાર આવનારા દિવસોમાં ફેરફાર કરશે. આ ઉપરાંત કોઈ પણ ગુનામાં ગુનેગારને શક્ય એટલી ઝડપે સજા કરાવી શકાય એ માટે ફોરેન્સિક તપાસને પણ ફરજિયાત બનાવવામાં આવશે. ઈન્ડિયન પીનલ કોડની રચના બ્રિટિશ શાસન વખતે, 1860ની 6 ઓક્ટોબરે કરવામાં આવી હતી. ત્યારપછી એમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આને સંબંધિત ક્રિમિનલ પ્રોસીજર કોડની રચના 1973માં કરવામાં આવી હતી.

LEAVE A REPLY

one × 4 =