પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લડાખના તુકતુક સેક્ટરમાં આર્મીનું એક વાહન રોડથી 50થી 60 ફૂટ ઊંડાઇએ આવેલી શ્યોક નદીમાં ખાબકતા સાત જવાનોના મોત થયા હતા અને બીજા 19 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે 9 કલાકે થયો હતો. સૈનિકો મુસાફરી કરી રહ્યાં હતો તે વાહન રોડ પરથી ફંટાઈ ગયું હતું અને શ્યોક નદીમાં ગબડી પડ્યું હતું. આ વાહનમાં આશરે 26 જવાનો પ્રતાપપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનિફ ખાતે જઈ રહ્યાં હતા.

આર્મી અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બીજા કેટલાંક જવાનોને પણ ગંભીર ઇજા થઈ છે. ઘાયલ જવાનોની શ્રેષ્ઠ દાકતરી સારવાર માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર રોડથી આશરે 50થી 60 ફૂટ ઊંડાઈએ આવેલી શ્યોક નદીમાં આ વાહન ગબડ્યું હતું. શરૂઆતમાં તમામ ઇજાગ્રસ્ત જવાનોને પ્રતાપપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા કલાકો પછી તમામ 19 જવાનોને હરિયાણાના પંચકુલા જિલ્લાના ચાંદીમંદિર ખાતે ખસેડવામાં આવ્યા હતા.