(istockphoto.com)

મુંબઈ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના કોન્સ્યલ જનરલ ઝાકિયા વર્દાકને 25 કિગ્રા સોના સાથે ઝડપી લીધી હતાં. જોકે રાજદૂત તરીકે તેમને રક્ષણ મળતું હોવાથી તેમની ધરપકડ કરાઈ ન હતી. દુબઇથી મુંબઈ આવેલા રાજદૂત પાસેથી આશરે રૂ.18.6 કરોડનું 25 કિલો સોનું રિકવર કરાયું હતું. આ ઘટના 25 એપ્રિલની છે અને રીપોર્ટ બહાર આવ્યા પછી તેમણે રાજીનામું આપ્યું હતું.

મુંબઈમાં આ પહેલો એવો કેસ સામે આવ્યો હતો, જેમાં વિદેશથી આવેલા સિનિયર ડિપ્લોમેટ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સંડોવાયેલા હોય. તેઓ એરપોર્ટથી બહાર જઈ રહ્યા હતા ત્યારે DRI અધિકારીઓએ તેમને રોક્યા હતાં. આ યાત્રી પાસે 5 ટ્રોલી બેગ હતી, એક હેન્ડ બેગ, એક સ્લિંગ બેગ અને એક નેક કુશન હતું. પરંતુ આમના સામાન પર કોઈ ટેગ નહોતું કે નિશાન પણ નહોતું, જે તેઓ ડિપ્લોમેટ છે એવું દર્શાવે. ચેકિંગ કરાયું તો બહાર આવ્યું કે તેમના જેકેટ, બેક બેલ્ટ અને અન્ય ક્લોથ્સમાં સોનું છુપાવીને તેઓ લાવ્યા હતા.

 

 

LEAVE A REPLY

13 + thirteen =