આજે સાંજે શહેરના નિકોલ વિસ્તારમાં સનસનીખેજ લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં નિકોલના ખોડીયાર મંદિર પાસેની જ્વેલરી શોરૂમ પાસેથી જ્વેલર્સ પાસેથી સવા કરોડના 3 કિલો સોનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારું ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસ, ડીસીપી ઝોન-5 અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

સીજી રોડ પર આવેલી વિકાસ ગોલ્ડના જ્વેલર્સ નિકોલમાં સોનાના વેપાર માટે ગયા હતા. તે સમયે તેમની સાથે 3 કિલો સોનાના લૂંટની ઘટના બની છે. પોલીસે હાલમાં લૂટારુંઓ અમદાવાદથી બહાર ભાગી ન જાય તે માટે નાકાબંધી શરૂ કરી દીધી છે. પોલીસે ઘટના સ્થળ પર રહેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી દીધી છે.

વૈભવ લક્ષ્મી ગોલ્ડ પેલેસ નામની જ્વેલરી શોપની બહાર જ જ્વેલર્સ ગાડીમાં સોનું ભરેલી બેગ મુકવા જતાં હતાં ત્યારે જ બાઈક પર આવેલા લૂંટારુંઓએ ફિલ્મી સ્ટાઈલે લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તેઓ બહારથી વેપારી સોનું બતાવવા માટે આવ્યા હતા અને દુકાનની બહાર જ લૂંટ કરી લૂંટારું ફરાર થઈ ગયા હતા.