ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પીહા બીચ પર દરિયામાં શનિવારે ડુબી જવાથી અમદાવાદના બે યુવકના મોત હતા. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગા દાસે પુષ્ટિ કરી હતી કે શનિવારે મૃત્યુ પામેલા બે યુવકો સૌરિન નયનકુમાર પટેલ અને અંશુલ શાહ હતા, જેઓ બંને ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના વતની હતા. 28 વર્ષના સૌરિન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા. 31 વર્ષીય  ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યૂઝિલેન્ડ ગયા હતા. બંને વર્ક વિઝા પર હતા અને ઓકલેન્ડમાં એક રૂમમાં સાથે રહેતા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અંશુલ અને સૌરીનના મૃતદેહો અમદાવાદ લાવવામાં આવશે. 

પીહા બીચ પર લાઈફગાર્ડ્સ પણ હાજર હતા અને તેમણે આ બંને યુવકોને બચાવવા માટે ઘણો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, બંને યુવકો દરિયામાં ખેંચાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આ બંને યુવકોને તરતા આવડતું ન હતું. તેઓ જે બીચ પર આવ્યા હતા તે ઘણો ઊંડો હતો. જેના કારણે તેઓ અંદર ખેંચાઈ ગયા હતા. જોકે, બંનેના મૃત્યુથી ત્યાંના ભારતીય લોકોમાં પણ શોકનું મોજુ ફેલાઈ ગયું હતું. 

LEAVE A REPLY

seven + nine =