(ANI Photo)

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનથી ટર્મિનલ સુધી ચાલતી વખતે 80 વર્ષીય પેસેન્જરના મોતના મામલામાં એર ઈન્ડિયાને ₹30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂયોર્કથી આવેલા પેસેન્જરે વ્હીલચેરની વિનંતી કરી હતી અને વિલંબ થતાં તેમને ચાલીને જવાનું પસંદ કર્યું હતું. આ ઘટના 16 ફેબ્રુઆરીના રોજ બની હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઝડપી કાર્યવાહી કરીને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરીને સાત દિવસમાં જવાબની માંગણી કરી હતી. પ્રતિસાદની સમીક્ષા કર્યા પછી, નિયમનકારે એર ઈન્ડિયાને દોષિત ગણાવી અને ₹30 લાખનો દંડ ફટકાર્યો હતો.

એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જરની પત્નીને વ્હીલચેર આપવામાં આવી હતી અને સ્ટાફે તેમને બીજી વ્હિલચેર માટે રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ તેમણે રાહ જોવાને બદલે પત્ની સાથે ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું હતું.

LEAVE A REPLY

fifteen − 8 =