(ANI Photo)

રવિચન્દ્રન અશ્વિન એટલે રેકોર્ડ બ્રેકર. ભારતના અનુભવી સ્પિનરે રાંચી ટેસ્ટ મેચમાં એકથી વધુ વિશિષ્ટ રેકોર્ડ કરી પોતાની ઉપયોગિતા ફરી એકવાર સાબિત કરી આપી હતી.

સૌ પ્રથમ તેણે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં બેરસ્ટોની વિકેટ લઈ ઈંગ્લેન્ડ સામે વિકેટની સદી પુરી કરી હતી. આ સિદ્ધિ મેળવનારો તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. ઈંગ્લેન્ડ તરફથી પણ એકમાત્ર જેમ્સ એન્ડરસને ભારત સામે વિકેટની સદી નોંધાવી છે.

આ ઉપરાંત, અશ્વિને ઘરઆંગણે સૌથી વધુ વિકેટનો અનિલ કુંબલેનો 350 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેણે ભારતમાં 59 ટેસ્ટ મેચમાં 352 વિકેટ લીધી છે. કુંબલેએ ભારતમાં કુલ 63 ટેસ્ટ મેચ રમી 350 વિકેટ લીધી હતી. વિશ્વ ક્રિકેટમાં પણ શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ઘરઆંગણે સૌથી વધુ, 493 વિકેટ લઈ પ્રથમ ક્રમે તથા ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 434 વિકેટ સાથે બીજા ક્રમે અશ્વિનથી આગળ છે, ઓસ્ટ્રેલિયાનો સ્પિન જાદુગર શેન વોર્ન પણ અશ્વિન કરતાં પાછળ 319 વિકેટ સાથે ચોથા ક્રમે છે.

તો ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ સાથે અશ્વિને એક ઈનિંગમાં પાંચ વિકેટની સિદ્ધિ 35મી વખત હાંસલ કરી હતી. આ મોરચે હવે તે કુંબલેની બરાબરીમાં આવી ગયો છે, હરભજન 25 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લઈ ત્રીજા ક્રમે છે. એ પછી કપિલ દેવ 23 વખત આવી સિદ્ધિ સાથે ચોથા ક્રમે અને ખ્યાતનામ સ્પિન ત્રિપુટીનો ચન્દ્રશેખર 16 વખત પાંચ વિકેટ લઈ પાંચમાં ક્રમે છે.

રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 35 ‘ફાઈવ વિકેટ હોલ’ પૂર્ણ કરી. રવિચંદ્રન

 

LEAVE A REPLY

one × 1 =