(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે તેલ અવીવ જતી અને ત્યાંથી ઉપડતી તેની ફ્લાઈટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત રાખવાની શુક્રવાર, 19 એપ્રિલે જાહેરાત કરી હતી. એરલાઇન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઇઝરાયેલ શહેર વચ્ચે ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મધ્ય પૂર્વમાં ઉભરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેલ અવીવથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 30મી એપ્રિલ 2024 સુધી સ્થગિત રહેશે. અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એરલાઈન આ સમયગાળા દરમિયાન તેલ અવીવ અને ત્યાંથી મુસાફરી માટે બુકિંગ કન્ફર્મ કરનારા મુસાફરો માટે રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ચાર્જ પર વન-ટાઇમ માફી ઓફર કરી રહી છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા અને જવાબી કાર્યવાહીના પગલે મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે.

 

LEAVE A REPLY

2 × two =