ભારત આખાના લોકોનું જો કોઇ મનપસંદ પીણું હોય તો તે ચા છે. તંદુરસ્ત આયુર્વેદિક પીણું હવે આખા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઇ રહી છે અને સમગ્ર વિશ્વમાં તેનો આનંદ માણવામાં આવે છે.

પુસ્તક ‘ધ બુક ઓફ ચાઈ: હિસ્ટ્રી, સ્ટોરીઝ એન્ડ મોર ધેન 60 રેસીપીઝ’ અલગ અલગ રીતે બનાવાતી ચાની 65 સ્વાદિષ્ટ રેસીપીઝ રજૂ કરે છે અને તેમાં વિવિધ ઋતુઓ, સમય અને મૂડ માટે ચા બનાવવાની રીતોનો સમાવેશ કરાયો છે. તો સ્વાસ્થ્યના લાભો માટે ચા બનાવવાની વિવિધ ટેકનીકો સમજાવવામાં આવી છે.

આ પુસ્તકમાં સામાન્ય ચા, ચોકલેટ ચા અને સાઇટ્રસ અને ગુલાબજળ મિશ્રિત ચાની રેસીપીઝ દર્શાવવામાં આવી છે. ચાની સાથે વધુ સ્વાદિષ્ટ વાનગીઓમાં લસ્સી, ચાના મસાલાવાળી ગાજર કેક, ક્રિસ્પી પકોડા અને વોર્મિંગ ક્રમ્બલ્સનો સમાવેશ થાય છે. લેખક મીરા માણેક ચાના મહત્વને પણ જીવંત બનાવે છે અને તે રીતે ચા કુટુંબ, ઇતિહાસ અને સંસ્કૃતિને એકસાથે લાવે છે.

લેખક પરિચય

લેખક, વેલનેસ કોચ અને નિષ્ણાત મીરા માણેક ચા બ્રાન્ડ ‘ચાઈ બાય મીરા’ના સ્થાપક તથા ફૂડ કન્સલ્ટન્ટ છે. બેસ્ટ સેલિંગ કુકબુક ‘સેફ્રોન સોલ’ અને આયુર્વેદ અને સુખ પરનું પુસ્તક ‘પ્રજ્ઞા’ નામના બે પુસ્તકો લખ્યા અને પ્રકાશિત કર્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ @miramanek પર વાનગીઓ અને આયુર્વેદિક હેલ્થ ટિપ્સ શેર કરે છે.

મીરાનો જન્મ અને ઉછેર મજબૂત ભારતીય વારસો ધરાવતા દાદા-દાદી સાથેના વિશાળ સંયુક્ત કુટુંબમાં થયો છે. તેઓ ગુજરાતી બોલતા મોટા થયા છે તો શાળામાં સંસ્કૃત, ભારતીય ફિલસૂફી અને આધ્યાત્મિકતા શીખ્યા છે. તેમણે ભારતનો વ્યાપક પ્રવાસ કર્યો છે.

Product details

Book Review: The Book of Chai: History, stories and more than 60 recipes

Author: by Mira Manek

Publisher: Headline Home

Price: £16.99

હલ્દી દૂધ – ટર્મેરીક ટી

હળદર અને દૂધનું મિશ્રણ ધરાવતી હલ્દી દૂધ – ટર્મેરીક ટી અતિ પૌષ્ટિક છે. તે ઊંઘની ગુણવત્તાને સુધારે છે. તેમાં આદુ, તજ, એલચી અને મરી જેવા મસાલા ઉમેરવાથી તે વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બને છે. જો તમે સૂતા પહેલા પીતા હો તો તેમાં ¼ ચમચી પીસેલા જાયફળ અને એક ચપટી કેસર ઉમેરો.

1 કપ માટેની રીત અને સામગ્રી

1 કપ દૂધ

અડધી ચમચી પીસેલી હળદર

¼ ચમચી પીસેલું આદુ અથવા તાજુ આદુ, છીણેલું

½ ટીસ્પૂન તજ

એક ચપટી કાળા મરી

1 ચમચી ગોળ અથવા કોઈપણ ખાંડ (વૈકલ્પિક)

¼ ચમચી જાયફળ (વૈકલ્પિક)

એક ચપટી કેસર (વૈકલ્પિક)

બધી સામગ્રીને એકસાથે ઉકાળો અને ધીમાથી મધ્યમ તાપ પર થોડીવાર હલાવતા રહો. ઉકળી જાય એટલે એક કપમાં નાખો અને પીઓ.

ગાજર કેક મસાલા ચાઈ કપકેક

આ કપકેક તમામ ઉંમરના લોકો માટે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને ઉત્તમ નાસ્તાની ટ્રીટ છે. તેમાં મસાલા ઉમેરવાથી પુષ્કળ સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કેકમાં નટી ક્રંચ ગમતો હોય તો બેટરની અંદર બદામ તેમજ સૂચવેલ ગાર્નિશિંગ ઉમેરો.

8 કપકેક માટેની રીત અને સામગ્રી

ચા માટે:

½ કપ દૂધ

1 ટીબેગ (જો વધુ સ્ટ્રોંગ કરવા માંગતા હો તો 2 ટીબેગ) અથવા 1 ચમચી ટી લીવ્સ

½ ચમચી તજ

½ ચમચી એલચી

½ ચમચી આદુ

¼ ચમચી જાયફળ

કપકેક મિશ્રણ:

100 ગ્રામ મેંદાનો લોટ (પ્લેઇન ફ્વાલર)

50 મીલી ગ્રામ ઓલિવ ઓઇલ

¼ ચમચી બેકિંગ પાવડર

¼ ચમચી બાયકાર્બોનેટ સોડા

35 ગ્રામ સોફ્ટ બ્રાઉન સુગર

1 નાનું છીણેલું ગાજર

ગાર્નીશીંગ માટે મુઠ્ઠીભર કાતરેલા અખરોટ અને તજ

ઓવનને 190°C / 375°F / ગેસ માર્ક 5 ઉપર પ્રી હીટ કરો. ધીમાથી મધ્યમ તાપે 5-10 મિનિટ માટે ચા અને મસાલા સાથે દૂધને એકસાથે ઉકાળો. આ દરમિયાન, લોટ, તેલ, બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, બાયકાર્બોનેટને મિક્સ કરો. તે પછી છીણેલું ગાજર તેમાં ઉમેરો. છેલ્લે ચાનું મિશ્રણ સારી રીતે મિક્સ કરી ટેસ્ટ કરી જરૂર પડે સુધારો કરો. કપકેકને તેલ લગાવી બેટર હલાવીને કપને અડધો ભરો. તેના પર કાતરેલા અખરોટ કે બદામ અને તજનો છંટકાવ કરો. તેને 20 મિનિટ માટે બેક કરો, ઠંડુ થવા દો અને પછી એક કપ ચા સાથે સર્વ કરો.

0000000

‘ધ બુક ઓફ ચાઈ: હિસ્ટ્રી, સ્ટોરીઝ એન્ડ મોર ધેન 60 રેસીપીઝ’ પુસ્તકના વિજેતા બનો

‘ગરવી ગુજરાત’ના વાચકો ‘ધ બુક ઓફ ચાઈ: હિસ્ટ્રી, સ્ટોરીઝ એન્ડ મોર ધેન 60 રેસીપીઝ’ માટે અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં સાચો ઉત્તર આપનાર પ્રથમ 5 વાચકોને આ પુસ્તકની એક નકલ ભેટ તરીકે મોકલવામાં આવશે.

પ્રશ્ન: આ પુસ્તકના પબ્લિશરનું નામ જણાવો?

જવાબ: ……………………………………………..

આપના જવાબ શ્રીમતી દક્ષા ગણાત્રાને તા.7 મે 2024 પહેલા તેમના ઇમેઇલ [email protected] પર મોકલવા વિનંતી છે.

LEAVE A REPLY

7 − 7 =