ફોટો સૌજન્ય Tristan Fewings/Pool via REUTERS

એક વખતે જેમની પાસે પૈસા કે ફોન ન હતા પણ આજે £500 મિલિયન કરતાં પણ વધુ રકમની સંપત્તી ધરાવતા વડા પ્રધાનની પત્ની અક્ષતા મૂર્તિએ શાળાના બાળકોને પ્રેરણા આપવા માટે ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા ખોલ્યા છે. છેલ્લા એક વર્ષથી અક્ષતા દર શુક્રવારે સવારે 10 વાગ્યે શાળાના બાળકોને ‘’ડાઉનિંગ સ્ટ્રીટ ફોર લેસન’’ માટે આમંત્રણ આપી રહ્યા છે અને 1,000થી વધુ વિદ્યાર્થીઓ નંબર 10ના દરવાજાની પાછળ બિઝનેસ, સૌંદર્ય, રસોઈ, કોડિંગ અને કેમેસ્ટ્રી વિશે શીખી રહ્યાં છે. જેમાં બર્નલીથી બ્રાઉન્ટન સુધીની 57 શાળાઓએ ભાગ લીધો છે.

ઋષીને કનડતા તાજેતરના વિવિઘ રાજકીય પ્રશ્નોથી અક્ષતા અસ્વસ્થ દેખાય છે. બધા ઋષીને બદલવાનું કાવતરું ઘડી રહ્યા છે ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટનો સ્ટાફ જેમને મીસીસ એમ તરીકે બોલાવે છે તેવા આક્ષતા શાંતિથી ડીનર બનાવે છે. 44 વર્ષીય અક્ષતા ઉડાઉ લાગતા નથી. તેમને કૂતરાને ચાલવા લઇ જવાનું કે ટ્યુબમાં ફરવાનું પસંદ છે. તો તેઓ વિકટ સમયે પોતાનું નોનડોમ ટેક્સ સ્ટેટ્સ ત્યજીને ટોરી પાર્ટી કોન્ફરન્સ દરમિયાન સ્ટેજ પર આવીને “મારા શ્રેષ્ઠ મિત્ર” તરીકેનું ઉદ્બોધન કરીને પતિ ઋષીને મદદ પણ કરે છે.

તાજેતરમાં જ ધ ટાઇમ્સને આપેલી મુલાકાતમાં અક્ષતા મૂર્તિ કહે છે કે ‘લેસન્સ એટ 10’ માટેનો વિચાર તેમના પતિ વડા પ્રધાન બન્યા તેના થોડા સમય પછી આવ્યો હતો. જ્યારે પણ બાળક અહિં આવતું ત્યારે ‘શું તમારી પાસે સોનાના નળ છે?’ એવા અવનવા પ્રશ્નો પૂછતું. મેં વિચાર્યું, ડાઉનિંગ સ્ટ્રીટ ખાસ છે, પરંતુ તે સોનેરી પાંજરું ન હોવું જોઈએ. તે વિશિષ્ટ ન હોવું જોઈએ; તે દેશનું છે. શા માટે યુવાનો માટે દરવાજા ખોલાતા નથી? યુવાનોના જૂથો સાથે વાત કરતાં, મેં વિચાર્યું કે, તેમના અનુભવમાં ઉમેરો કરવા માટે હું શું કરી શકું, અને ત્યાંથી જ મને આ લેસનનો વિચાર આવ્યો હતો. હું માત્ર ઋષિને ટેકો આપીને જ નહીં, પરંતુ અહીં રહીને હું શું કરી શકું તે યોગ્ય છે? શિક્ષણ એક એવું ક્ષેત્ર છે જે હંમેશા મારા માટે અર્થપૂર્ણ રહ્યું છે.’’

અક્ષતા કહે છે કે ‘’હું હંમેશા બિનરાજકીય રહુ છું. પરંતુ હું મોટા ભાગના લેસન્સમાં કહું છું કે ‘શું અહીં કોઈ PM બનવા માંગે છે?’ અને ઓછામાં ઓછું એક અને તેમાં પણ હંમેશા એક છોકરી હશે જે તેમ કરવા માંગે છે.”

તેણીની માતા, સુધા ઇન્ફોસીસ ચેરિટેબલ ફાઉન્ડેશન ચલાવે છે અને હજુ પણ શોપીંગને નફરત કરે છે. તેઓ ભારતના પ્રથમ મહિલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોમાંના એક હતા અને કોલેજમાં 599 છોકરાઓમાંથી એકમાત્ર મહિલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હતા.

અક્ષતા રિક્ષામાં પોતાની બેલ્ડવિન ગર્લ્સ હાઈસ્કૂલમાં જતા હતા અને નાના ભાઈ રોહન સાથે મળીને “ઘરની આસપાસના કામો” કરે તેવી તેમના માતાપિતાને અપેક્ષાઓ હતી. આજે તેમની પુત્રીઓ 13 વર્ષની ક્રિષ્ના અને 11 વર્ષની અનુષ્કા વિશે પણ અક્ષતા એવું જ અનુભવે છે.

અક્ષતા પરિવાર સાથે પ્રથમ વખત લંડનની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ લગભગ 12 વર્ષના હતા. તે વખતે ડાઉનિંગ સ્ટ્રીટ બહારથી જોઈ ત્યારે તેમને ખ્યાલ પણ ન હતો કે તેઓ એક દિવસ આ ઘરમાં રહશે. 24 વર્ષની ઉંમરે ઋષિને મળ્યા ત્યારે ડેટિંગ કરતા પ્રવાસીઓ તરીકે વેસ્ટમિન્સ્ટર ગયા હતા. ઋષિ નવા સાંસદ બન્યા ત્યારે પણ તેમણે વિચાર્યું ન હતું કે પાંચ વર્ષ પછી તેઓ અહીં રહીશું. જ્યારે સુનક ચાન્સેલર બન્યા ત્યારે તેઓ પ્રથમ ડાઉનિંગ સ્ટ્રીટમાં ગયા હતા અને રહ્યા હતા.

વડા પ્રધાનની પત્ની તરીકે એક વફાદાર જીવનસાથીની ભૂમિકા સ્વીકારવામાં ખુશી અનુભવતા અક્ષતા કહે છે કે “હું જીવનને શક્ય તેટલું નિયમિત રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરું છું. હું અમારા જીવનના આ સમયને સેવા કરવાની તક તરીકે પણ જોઉં છું. હું હંમેશા દરેકને ખુશ કરી શકતી નથી. મારા પિતાએ મને કહ્યું કે સૌથી નરમ ઓશીકું એ સ્પષ્ટ અંતરાત્મા છે. તમારું શ્રેષ્ઠ કરો અને પછી તમે ચિંતા કરશો નહીં. દરેક માતા-પિતાની જેમ, હું મારા બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવાનો પ્રયાસ કરું છું. મારા બાળકો ટેબલ સેટ કરે છે, જમ્યા પછી તે સાફ કરે છે.’’

અક્ષતાને આશા છે કે ‘લેસન્સ એટ 10’ એક સંસ્થા બનશે, તેના અનુગામીઓ દ્વારા તે ચાલુ રાખવામાં આવશે.

LEAVE A REPLY