India-Russia talks on trade in rupee currency suspended
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ૧૨૮.૫૫ બિલિયન ડોલર રહ્યો હતો. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બીજી તરફ૨૦૨૨-૨૩માં ભારત-ચીનનો વેપાર અગાઉના વર્ષના ૧૧૫.૪૨ બિલિયન ડોલરથી ૧.૫ ટકા ઘટીને ૧૧૩.૮૩ બિલિયન ડોલર થયો હતો. 

ભારતના વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસારભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૭.૬૫ ટકા વધીને ૧૨૮.૫૫ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે. અગાઉના નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨)માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર ૧૧૯.૫ બિલિયન ડોલર હતોજ્યારે ૨૦૨૦-૨૧માં તે માત્ર ૮૦.૫૧ બિલિયન ડોલર હતો. 

ડેટા અનુસારભારતથી યુએસમાં નિકાસ ૨૦૨૧-૨૨ના ૭૬.૧૮ બિલિયન ડોલરથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૮૧ ટકા વધીને ૭૮.૩૧ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં યુએસથી આયાત ૧૬ ટકા વધીને ૫૦.૨૪ બિલિયન ડોલર થઈ હતી. 

૨૦૨૨-૨૩માં ભારતથી ચીનમાં નિકાસ ૨૮ ટકા ઘટીને ૧૫.૩૨ અબજ ડોલર થવાની ધારણા છેજ્યારે આયાત ૪.૧૬ ટકા વધીને ૯૮.૫૧ અબજ ડોલર થવાની ધારણા છે.ચીન સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૨-૨૩માં વધીને ૮૩.૨ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છેજે અગાઉના વર્ષમાં ૭૨.૯૧ બિલિયન ડોલર હતી. નિષ્ણાંતોનું માનવું છે કે આગામી વર્ષોમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે 

LEAVE A REPLY

sixteen − 6 =