Modi told Putin: This is not the age of war
ફાઇલ ફોટો (ANI Photo/ Arindam Bagchi Twitter)

ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકા પ્રહાર કરતાં રશિયાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પરના જોખમો પર નિયમિત પણે નિરાધાર આક્ષેપો કરીને ચાલી હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીને પેચીદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તાજેતરના યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) અહેવાલ અંગે આકરી પ્રતિક્રિયા આપતા રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે વોશિંગ્ટન માત્ર ભારત પર જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશો વિરુદ્ધ પણ ધાર્મિક સ્વતંત્રતાઓના ઉલ્લંઘનના નિરાધાર આરોપ લગાવે છે. આ અહેવાલો દર્શાવે છે અમેરિકા એક દેશ તરીકે ભારતનો અનાદર છે. તે ભારતના વિકાસના ઐતિહાસિક સંદર્ભ અને નેશનલ મેન્ટાલિટીની અમેરિકાની ગેરસમજ ધરાવે છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ રીપોર્ટ નિયોકોલોનિયલ માનસિકતા અને ગુલામીના વેપારના યુગમાંથી આવ્યા છે. અમેરિકા હાલમાં ભારતમાં ચાલી રહેલી ચૂંટણી સમયે આંતરિક રાજકીય સ્થિતિમાં અસંતુલિત ઊભું કરવાનો ઇરાદો ધરાવે છે. તે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરીનો હિસ્સો છે.

અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકીની નિષ્ફળ હત્યાના ષડયંત્રના આરોપસર ભારતીય અધિકારીની ધરપકડના મુદ્દે રશિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી પાસે જે માહિતી છે તે મુજબ વોશિંગ્ટને હજુ સુધી  જી એસ પન્નુનની હત્યાની યોજનામાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાની ગેરહાજરીમાં આ વિષય પર અટકળો અસ્વીકાર્ય છે.

ગયા અઠવાડિયે ભારતે યુએસસીઆઈઆરએફના અહેવાલની નિંદા કરતા કહ્યું હતું કે ભારતની ચાલી રહેલી ચૂંટણીઓમાં દખલ કરવાના એજન્સીના પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અગાઉના વર્ષોમાં પણ તેમના અહેવાલો બહાર પાડતા આવ્યા છે. યુએસસીઆઈઆરએફ રાજકીય એજન્ડા સાથે પક્ષપાતી એજન્સી તરીકે જાણીતી છે. તેઓ વાર્ષિક અહેવાલના ભાગરૂપે ભારત અંગે દુષ્પ્રચાર કરે છે.

LEAVE A REPLY

one × 2 =