Pelosi
ચીન સાથે તાઇવાનના મુદ્દે વિવાદ વચ્ચે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ રવિવારે એશિયાના પ્રવાસની પુષ્ટિ કરી હતી. (Photo by Drew Angerer/Getty Images)

અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી એશિયાની યાત્રા દરમિયાન તાઇવાની મુલાકાત લેશે તો અમેરિકાએ તેની ભારે કિંમત ચુકવવી પડશે, એવી ચીને મંગળવારે ધમકી આપી હતી. એશિયા યાત્રાના ભાગરૂપે પેલેસો મંગળવારે મલેશિયા પહોંચ્યા હતા.

સ્પીકર નેન્સી પેલોસીની એશિયા મુલાકાતથી ચીન ઘણું નારાજ છે. રવિવારથી, પેલોસી એશિયાના ચાર દેશો સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયા માટે રવાના થયા હતા પેલોસીએ તાઈવાનને તેની ટૂર લિસ્ટમાંથી હટાવી દીધી હતી. પરંતુ આ પછી પણ ચીનનો રોષ નીચે ઉતર્યો નથી. ચીને તાઈવાન નજીક લશ્કરી કવાયતનું આયોજન કર્યું છે. આ કવાયત દરમિયાન ચીને અમેરિકાને યુદ્ધના સંકેતો આપ્યા છે. યુદ્ધના સંકેત દરમિયાન, ચીને ચેતવણી આપી છે કે ‘પછીથી એવું કહો ના કહેતા કે અમે ચેતવણી આપી નહોતી’.

તાજેતરમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે તેમના અમેરિકન સમકક્ષ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી હતી, ત્યારે પણ તેમણે ચેતવણી આપી હતી. પેલોસીએ તેના પૂર્વ એશિયા પ્રવાસની જાહેરાત કરતા સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં જણાવ્યું હતું કે તે યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ચાર દેશોની મુલાકાત લેશે. જો કે, પેલોસીએ હજુ સુધી તેની તાઈવાન મુલાકાત અંગે પુષ્ટિ કરી નથી.ચીનને ડર છે કે પેલોસી તાઈવાન જઈ શકે છે.