રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ (ANI Photo)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના 1થી 3 માર્ચ દરમિયાન જામનગર ખાતે યોજાનારા ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ અને ડીઝનીના બોબ ઈગર, આલ્ફાબેટના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈ, બ્લેકરોકના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ લેરી ફિન્ક, એડોબના ચીફ એક્ઝિક્યુટિવ  શાંતનુ નારાયણ  અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન જય લી સહિતના ઉદ્યોગજગતના માંઘાતા હાજર રહેશે.

ભારતના આ સૌથી મોટા લગ્નસમારંભ પહેલાની ઉજવણીમાં સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના ગવર્નર યાસિર અલ-રૂમૈયાન, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ; વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અધ્યક્ષ ક્લાઉસ શ્વાબ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન કેવિન રુડ, પત્રકાર ફરીદ ઝકરિયા અને સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ડ સહિતના વૈશ્વિક મહેમાનો આવે તેવી ધારણા છે.

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક અને કૃણાલ પંડ્યા પણ હાજરી આપશે. બોલિવૂડમાંથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, દીપિકા પાદુકોણ પણ હાજરી આપે તેવી શક્યતા છે.

 

LEAVE A REPLY

14 + 12 =